ઈશ્વરિયામાં બંધ થયેલ માધ્યમિક
શાળા પૂનઃશરુ કરવા રજૂઆત
ઈશ્વરિયા શનિવાર તા.૧૨-૧૧- ૨૦૧૬
ઈશ્વરિયા ગામમાં બંધ થયેલ માધ્યમિક શાળા પૂનઃ શરુ કરવા રજૂઆત થઇ છે. આ અંગે શિક્ષણમંત્રી શ્રી સાથે સરપંચશ્રીની બેઠક મળી ગઈ.
કેન્દ્ર સરકાર અંતર્ગત ઈશ્વરિયા ગામમાં રાષ્ટ્રીય માધ્યમિક શાળા શિક્ષણ અભિયાન અંતર્ગત શરુ કરાયેલ શાળા બંધ કરી દેવાઇ હતી.આ બંધ થયેલ માધ્યમિક શાળા પૂનઃ શરુ કરવા રાજ્ય સરકારમાં રજૂઆત થઇ છે. આ અંગે ગત સોમવાર તા.૭ના ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સરપંચ શ્રી મુકેશકુમાર પંડિત ની બેઠક મળી ગઈ, જેમાં સરકાર આ બાબતે હકારાત્મક નિર્ણય લેશે તેમ જણાવાયું છે.આથી આગામી સત્ર થી ઈશ્વરિયા ગામને આ શિક્ષણ સુવિધા મળશે તેમ આશાવાદ છે.