ભાવનગર દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર

સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે

 ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં

દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરશુભારંભ

 કોઈપણ વ્યક્તિને ૨૪ કલાક વ્યાજબી ભાવે દવાઓ મળી રહેશે.

ભાવનગર;સોમવાર

ભાવનગરની સર. ટી. હોસ્પિટલના કેમ્પસમાં સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે આજે તા. ૧૪ નવેમ્બરના રોજ સવારે ૧૦/૩૫ કલાકે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનો શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે,આજે આપણે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ એવાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનો શુભારંભ કર્યો છે. આ સ્ટોરમાં કોઈપણ વ્યક્તિને ૨૪ કલાક જરૂરી એવી ૫૦૦ પ્રકારની જેનેરીક દવાઓ ૪૦થી ૮૦ ટકાના રાહતદરે તેના મૂળ નામ સ્વરૂપે મળવાથી લોકોને થતાં દવાના ખર્ચમાં મોટી રાહત મળવાની સાથે સાથે આ દવાઓ ગુણવત્તાયુક્ત હોવાની વાતને તેમણે દોહરાવી હતી.સમગ્ર દેશમાં રાજ્ય સરકારે આ પ્રોજેકટની ગુજરાતથી શરૂઆત કરી અને રાજ્યના લોકોના આરોગ્યની સરકાર સતત ચિંતા કરી રહી હોવાનું પણ જણાવ્યું હતુ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાળાનાણાને બહાર લાવવા સહિત ગરીબોના હિતાર્થે અનેક યોજનાઓ અમલમાં મુકી છે.

મેયર શ્રીમતી નીમૂબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે જેનેરીક દવાઓ  લોકોને સસ્તી અને ગુણવતાયુક્ત મળશે.

જિલ્લા કલેકટરશ્રી હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં બાવન અને જિલ્લામાં ત્રણ સ્થળે આ પ્રકારના જેનેરીક દવાના સ્ટોર શરૂ કરાયા છે. જિલ્લામાં ભાવનગર, પાલીતાણા તથા મહુવા ખાતે આજે આ સ્ટોરનો શુભારંભ કરાયો છે તેના દ્વારા લોકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે.લોકોને જેનેરીક દવાઓ તરફ વાળવા તે સમયની માંગ છે.

ડો. લાખાણીએ આજે વિશ્વ ડાયાબીટીસ દિવસ નિમિત્તે ડાયાબીટીસ વિશે જાણકારી આપી હતી.  

આ કાર્યક્રમમાં દીનદયાળ પ્રધાનમંત્રી સ્ટોર વિષયે ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોશી,  મેડીકલ કોલેજના ડીનશ્રી સી. બી. ત્રિપાઠી, સર ટી હોસ્પિટલના મેડીકલ સુપ્રીટેન્ડન્ટશ્રી વિકાસ સિન્હા, ડોક્ટર સંજય સરવૈયા, ડો. ચાવડા સહિત તબીબી સ્ટાફ નર્સો, મેડીકલનાં વિધાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.