કૃષિ રાજયમંત્રીશ્રી વલ્લભભાઇ વઘાસીયાની ઉપસ્થિતિ
અમરેલી
કૃષિ રાજયમંત્રીશ્રી વલ્લભભાઇ વઘાસીયાએ સાવરકુંડલા તાલુકાના ગાધડકા ખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
દીપપ્રાગ્ટય કરી કૃષિ રાજયમંત્રીશ્રી વઘાસીયાએ જણાવ્યું કે, સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવ એ સમાજની એકતાનું પ્રતિક છે. ગાધડકા ગામની ૩૪ દીકરીઓના એક જ માંડવે લગ્ન યોજવામાં આવે તે ગાધડકા ગામ માટે સોનેરી દિવસ છે.
શ્રી વઘાસીયાએ ઉમેર્યુ કે, ગામડાનો વિકાસ થાય તે માટે આપણી સર્વેની જાગૃત્તિ જરૂરી છે. પરિવારની ભાવના સાથે ગ્રામ્ય વિસ્તારમાં વધુ સમૃધ્ધિ લાવી શકાય. સરકારી યોજનાકીય લાભો લેવા તેમણે અપીલ કરી હતી. તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઇને સ્વચ્છતા માટે આદત કેળવવા અનુરોધ કર્યો હતો.
સાવરકુંડલા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ વિરાણીએ સર્વજ્ઞાતિય લગ્નોત્સવમાં પ્રભુતાના પગલા માંડનાર નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ.મનસુખભાઇએ જણાવ્યું કે, સમૂહ લગ્ન એ નાણા, સમય અને શક્તિ બચાવે છે. યુગલોના માતા-પિતા માટે સામાજિક જવાબદારીઓ હળવી બને છે. જ્ઞાતિ-સમાજના વાડાઓના ભેદભાવ મિટાવવા માટે સમૂહ લગ્ન એ શ્રેષ્ઠ માધ્યમ છે.
ગાધડકા ગામની ૩૪ હિંદુ-મુસ્લિમ દીકરીઓના લગ્ન યોજવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતુ. શાબ્દિક સ્વાગત શ્રી ભાવેશભાઇ ડોબરીયાએ કર્યુ હતુ.
સ્વ. કરશનભાઇ સાવલીયા-ગાધડકા પરિવાર દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સુખરામ ગ્રુપના ચેરમેનશ્રી નનુભાઇ સાવલીયા, સંતશ્રી કહાનદાસબાપુ, સંતશ્રી ચીમનદાસબાપુ, શ્રી પોપટભાઇ વાલીયા, શ્રી કરશનભાઇ સાવલીયા, શ્રી મનસુખભાઇ દાવડા સહિત મહાનુભાવો અને ગાધડકાના ગ્રામજનો તથા જાનૈયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.