બુનિયાદી શિક્ષણનું મહત્વ હવે વૈશ્વિક સ્તરેસ્વીકારાઈ રહ્યું છે :કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સમઢિયાળા (મૂલાણી) ગામે યોજાયેલ અભિવાદન સમારોહ સમઢિયાળા શનિવાર
સમઢિયાળા (મૂલાણી) ગામે શ્રી ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયેલ અભિવાદન સમારોહમાં કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ કહ્યું કે, બુનિયાદી શિક્ષણનું મહત્વ હવે વૈશ્વિક સ્તરે સ્વીકારાઈ રહ્યું છે.
શુક્રવાર તા. ૪ના સમઢિયાળા (મૂલાણી) ગામે 'વતનની માટીનું ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં દાતાઓ તથા રાજસ્વી મહાનુભાવોનું અભિવાદન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ કહ્યું કે, વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અંગે યુનેસ્કો દ્વારા થયેલા તારણમાં જે મુદ્દાઓ બહાર તે ૨૩ મુદ્દાઓમાંથી ૧૭ મુદ્દાઓ આપણા બુનિયાદી શિક્ષણમાં રહેલા જ છે. આથી બુનિયાદી શિક્ષણનું મહત્વ હવે વૈશ્વિક સ્તરે સ્વીકારાઈ રહ્યું છે. તેઓ આવી સંસ્થાઓને અનુદાન આપવામાં પ્રાથમિકતા આપતા હોવાનું કહ્યું. તેઓના હસ્તે સંસ્થામાં નિર્માણ કામોનું ઉદ્ઘાટન થયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ શાળાના સહયોગીઓને બિરદાવ્યા અને હળવો ટોણો પણ માર્યો કે સમાજ ઉત્થાનમાં કામમાં આપણે ઉપયોગી થઇ ન શકીયે તો વાંધો નહિ, પણ નડવું નહિ તે પણ સારું છે.
દાતા શ્રી મહેશભાઈ સવાણીએ જુના રિવાજોને મૂકી નવા પ્રવાહો સાથે જોડાવા તથા આરોગ્ય અને શિક્ષણની સુવિધા વધારવા પર ભાર મૂક્યો।
અહીં શ્રી ધીરુભાઈ દૂધવાળા, શ્રી હાજીભાઈ બાદી, શ્રી માખેચા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધનો કાર્ય હતા.
કાર્યક્રમ આયોજન સંચાલનમાં શ્રી જિતેન્દ્ર મકવાણા રહ્યા હતા.
સમઢિયાળામાં યોજાયેલ આ અભિવાદન સમારોહમાં દાતાઓ તરફથી આ સંસ્થામાં ખૂટતી સુવિધાઓ માટે દાન જાહેર કરાયા હતા.
કાર્યક્રમ પ્રારંભે શ્રી નાથાભાઈ મૂલાણીએ શબ્દોથી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર અભિનય ગીત રજૂ થયેલ. મહાનૂભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયેલ.
આ પ્રસંગે સંસ્થાના કર્મચારી શ્રી હરનામ ગોસાઈને વિદાય બહુમાન અપાયું હતું. અહીં રમત-ગમતના સાધનો ભેટ અપાય હતા.
સંતો શ્રી વિષ્ણુસ્વામી - સોખડા, શ્રી લક્ષ્મીપ્રસાદ સ્વામી, શ્રી હરિકૃષ્ણદાસ સ્વામી વગેરેનો લાભ મળ્યો હતો. કુમારી ભાષા વાઘાણીએ બેટી બચાવો વિષય પર વાત કરી હતી.
આભારવિધિ શ્રી ઉમેશભાઈ મૂલાણીએ કરી હતી. અહીં શ્રી નનુભાઈ સાવલિયા, શ્રી ગોરધનભાઈ વાનાણી, શ્રી ભરતભાઈ શાહ, શ્રી ઈશ્વરભાઈ સવાણી, શ્રી રમેશભાઈ દિહોરા, શ્રી ધીરુભાઈ સવાણી, શ્રી રૈયાભાઈ કાનાણી, શ્રી રામજીભાઈ માવાણી, શ્રી મધુબેન મકવાણા, શ્રી જગદીશભાઈ ચાવડા, શ્રી લક્ષમણભાઇ મોરડિયા વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
આચાર્ય શ્રી પ્રફૂલભાઇ મારવણિયા સાથે કાર્યકર્તાઓના સંકલનથી સુંદર આયોજન થયું. આ પ્રસંગે રાત્રે 'એક શામ શહીદોકે નામ' ભાતીગળ લોકડાયરો યોજાયો હતો.