સણોસરા પંથકના ગામોના સામાજિક
વિકાસ માટે લોકપરિષદ રચના થશે કાર્યકર્તાઓને જોડાવા માટે અનુરોધ કરાયો ઈશ્વરિયા બુધવાર તા. ૨-૧૧-૨o૧૬
સણોસરા પંથકના ગામોના સામાજિક વિકાસ માટે રચનાત્મક હેતુથી લોકપરિષદ રચના થશે. આ સંગઠનમાં યુવાનો કાર્યકર્તાઓને જોડાવા અનુરોધ કરાયો છે.
સરકાર તેમજ સમાજને જોડવાના હેતુથી અને વિવિધ સામાજિક પ્રવૃત્તિ તથા વિકાસ કામ માટે લોકપરિષદ રચના થશે. સણોસરા પંથકના ગામોના વિકાસ માટે જે યુવાનો કાર્યકર્તાઓને રસ હોય તેઓને આ સંગઠનમાં જોડાવા અનુરોધ કરાયો છે.
લોક્પરિષદના સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે સ્પષ્ટતા કરી છે કે, આ સામાજિક સંગઠનનો કોઈ રાજકીય હેતુ નથી પરંતુ સણોસરા આજુબાજુના ગામોમાં સામાજિક જાગૃતિ અને પ્રવૃત્તિ માટેનો છે, જેમાં આ ગામોમાં એક એક સમિતિઓની રચના થનાર છે. આ અંગે આગામી પખવાડીયે બેઠક યોજાનાર છે.