આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ઈશ્વરિયા શાળામાં રૂપિયા ૪ લાખના
ખર્ચે મેદાન સુધારણા કામ થયું ઈશ્વરિયા બુધવાર તા. ૨-૧૧-૨o૧૬
ઈશ્વરિયા ગામની ઈશ્વરપુર વિસ્તાર શાળામાં રૂપિયા ૪ લાખના ખર્ચે મેદાન સુધારણા કામ થયું છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજનાનો લાભ મળ્યો છે.
સરકારશ્રી દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજનાનો લાભ મળ્યો છે. સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિતની રજૂઆતથી સિહોર પ્રાંત કચેરી અંતર્ગત વિવિધ અનૂદાનો મળ્યા છે, જેમાં ઈશ્વરિયા ગામની ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં રૂપિયા ૪ લાખના ખર્ચે મેદાન સુધારણા કામ થયું છે.