પાલિતાણા તાલુકામાં સોન૫રી ગામે તાલુકા કક્ષાનો '' સેવા સેતુ '' કાર્યક્રમ

પાલિતાણા તાલુકામાં સોન૫રી ગામે તા.૫/૧૧/૨૦૧૬નાં

તાલુકા કક્ષાનો '' સેવા સેતુ '' કાર્યક્રમ

ભાવનગરતા૨૯        

     સરકારશ્રી ઘ્વારા રાજયનાં વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકતિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશિલતા આવે તે માટે તાલુકાકક્ષાએ '' સેવા સેતુ '' કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે  પાલિતાણા તાલુકામાં સોન૫રી ગામે તા.૫/૧૧/૨૦૧૬નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અઘિકારશ્રી, પાલિતાણાનાં અઘ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો '' સેવા સેતુ '' કાર્યક્રમ યોજાનારછે. આ કાર્યક્રમમાં(૧) સોન૫રી (ર) થોરાળી (૩) નાનીપાણીયાળી (૪) મોટા ગરાજીયા (૫) નાના ગરાજીયા (૬) મોટી પાણીયાળી (૭) માંડવડા (૮) અનીડા (ડેમ) તથા (૯) ભુતીયા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીશ્યાલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડ, આઘારકાર્ડ, ડુપ્લીકેટ ચુંટણીકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, સ્કોલરશી૫ યોજનાના લાભો, વિઘવા સહાય તથા વૃઘ્ઘ નિરાઘાર યોજના, જમીન મા૫ણી અને નવી નોંઘ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.

 આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવાઇચ્છતાં હોય તેઓએ તા.૫/૧૧/૨૦૧૬નાં રોજ સોન૫રી ગામે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે. અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીશ્રીઓ ઘ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૫/૧૧/૨૦૧૬નાં રોજ સોન૫રી ગામે નિયત સમયે ઉ૫સ્થિત રહેવાનાયબ કલેક્ટરશ્રી પાલિતાણાએ એક અખબારી યાદીમાં જણાવાયુ  છે.