નૂતન વર્ષની ઉમંગભેર ઉજવણી થઇ

નૂતન વર્ષની ઉમંગભેર ઉજવણી થઇ
ઈશ્વરિયા સોમવાર
વિક્રમ સંવત નૂતન વર્ષ પર્વની આજે સર્વત્ર ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી થઇ છે
રાજા વિક્રમ સાથે સંકળાયેલ કાળ ગણના મુજબ સંવત ૨૦૭ર પૂરું થઇ આજે સોમવારે ૨૦૭૩ પ્રારંભ થયો છે. હિન્દૂ નૂતન વર્ષ પ્રસંગે ગુજરાત અને દેશ સાથે વિશ્વના ભારતીયો આ પર્વે એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હર્ષ વ્યક્ત કરતા રહ્યા છે.
અગાવ કરતા આજે વિવિધ સંપર્ક માધ્યમો દ્વારા વહેલી સવારથી જ નૂતન વર્ષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. એક બીજા પરિવાર વ્યક્તિઓ સંબંધીના ઘરે જાય પોતાની શુભકામના પાઠવી આ પર્વ માનવી રહ્યા છે. વિવિધ મીઠાઈ વ્યંજનો આરોગ્ય સાથે ઉજાણીઓ પણ થઇ છે. દિવાળીના ફટાકડા આજે પણ ફૂટી રહ્યા છે.
ઘર આંગણમાં સ્વસ્તિક અને લક્ષ્મી પગલાં ચિત્રો સાથે અવનવી રંગોળીઓ ભારે આકર્ષણ રૂપ બને છે.
સામાજિક અને રાજકીય વ્યક્તિ તથા સંસ્થાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા છે, જો કે  નવા વર્ષના અભિનંદન હજુ એક સપ્તાહ સુધી એક બીજા  અરસ પરસ  પાઠવતા રહેશે.આજે નવા વર્ષના પ્રથમ દિવસની સર્વત્ર ઉમંગભેર ઉજવણી થઇ છે.