દિવાળી પર્વ

દિવાળી પર્વની સર્વત્ર ઝળહળાટ સાથે ઉજવણી
ઈશ્વરિયા  રવિવાર
દિવાળી પર્વની ગુજરાત અને સમગ્ર રાષ્ટ્ર સહિત સર્વત્ર ઝળહળાટ અને ઉત્સાહ સાથે ઉજવણી થઇ છે.
અંધકારથી ઉજાસનુંપર્વ  એટલે દીપાવલી.વિક્રમ સંવત માટે અંતિમ દિવસ અને રાત્રિ એટલે દિવાળી. આ દિવાળી પર્વની સર્વત્ર ગુજરાત અને રાષ્ટ સહિત સર્વત્ર એટલે વિદેશમાં પણ ઉજવણી થાય છે. રંગબેરંગી દિપક તેમજ વીજળીના ઝળહળાટ સાથે ફટાકડા ફોડીને દિવાળી પર્વ મનાવાયુ છે. આ પર્વ માટે વર્ષભરનો પરાકાષ્ટ ઉત્સાહ જોવા મળે છે.
દિવાળી સાથે નૂતન વર્ષ આગમન પ્રસંગે ઘર આંગણે રંગોળી તેમજ સુશોભનો કરાયા છે. પર્વ હોય સ્વાભાવિક ભોજન અને નાસ્તા માટે મીઠાઈ વગેરે વ્યંજનો પણ સૌના ઘરે બનાવાયા કે મંગાવાયા હોય છે.
માત્ર ભારત નહિ પરંતુ જ્યાં જ્યાં ભારતીયો ગયા છે ત્યાં પણ હવે દિવાળી મહત્વનો ઉત્સવ બની રહ્યો છે. આમ સર્વત્ર ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી થઇ છે.