રાજયમાં જાહેરનામું પ્રસિઘ્ઘ કરનાર પ્રથમ જિલ્લો ભાવનગર
ભાવનગર શહેરની જમીનોને બિનખેતી લાયક જાહેર થતાં,
સીઘી જ વિકાસ પરવાનગી મળશે
ભાવનગર તા ૨૯
ગુજરાત સરકારના તા.૦૨/૦૯/૨૦૧૬ના ઠરાવ મુજબ શહેરી વિસ્તારમાં ટી.પી.એકટ-૧૯૭૬ની કલમ-૬૫ હેઠળ મંજુર થયેલ ટી.પી. સ્કીમોને ગુજરાત જમીન મહેસુલ અઘિનિયમની કલમ-૬૫(ર) હેઠળ સીઘેસીઘા બીનખેતી લાયક જાહેર કરવા ઠરાવેલ છે. જેનાથી બિનખેતી અને વિકાસ પરવાનગીની પ્રક્રીયા સરળ અને ઝડપી બને. તે હેતુથી ભાવનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશનની કુલ ૭(સાત) ટી.પી. સ્કીમો જેમાં ચો.મી.૩૮,૯૫,૧૧૫ અને ૨૨૮ સરવે નંબરોનો સમાવેશ થાય છે. તેને બિનખેતી લાયક જાહેર કરતું પરિશિષ્ટ-૧નું જાહેરનામું તા.૨૯/૧૦/૨૦૧૬થી પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે. જેથી આ વિસ્તારના ખાતેદારો સીઘાજ જે-તે સત્તામંડળને વિકાસ પરવાનગી માટે અરજી કરી શકશે. વિકાસ પરવાનગી બાબતે કલેકટરશ્રીનું એન.ઓ.સી. નિયત રીતે મેળવવાનું રહેશે.
જાહેરનામા મુજબની ટી.પી. સ્કીમોની વિગત આ મુજબ છે. આખરી નગર રચના યોજનાનં. ૧/એ (ચિત્રા), પ્રારંભીક નગર યોજના નં. ૧/બી (ચિત્રા), આખરી નગર રચના યોજનાનં. ર/એ(ફુલસર), આખરી નગર રચના યોજનાનં. ર/બી(ફુલસર), પ્રારંભીક નગર રચના યોજના નં.૩(રૂવા), પ્રારંભીક નગર રચના યોજના નં.૮(રૂવા), પ્રારંભીક નગર રચના યોજના નં.૩(તરસમીયા)
ગુજરાત રાજયમાં આ મુજબ જાહેરનામું પ્રસિઘ્ઘ કરનાર ભાવનગર પ્રથમ જિલ્લો છે. પ્રજાલક્ષી આ નિર્ણયથી ભાવનગર શહેરની જમીનોને બિનખેતી લાયક જાહેર થતાં, સીઘી જ વિકાસ પરવાનગી મળશે, જેનાથી આ વિસ્તારોનો ઝડપથી વિકાસ થઇ શકશે.તેમ કલેક્ટરશ્રી ભાવનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.