શ્રી મૂકેશકુમાર પંડિત સંપાદિત વિજાણું પટલ 'આલેખન' શુભારંભ કરાવતા કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા
ઈશ્વરિયા શનિવાર
ઈશ્વરિયાના પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિત સંપાદિત વિજાણુ પટલ 'આલેખન' શુભારંભ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરાવાયો છે.
સાંપ્રત પ્રવાહો અને પ્રસંગોની વિશ્વભરમાં વિગતો પહોંચે તે માટે ઈશ્વરિયાના પત્રકાર તસવીરકાર શ્રી મૂકેશકુમાર પંડિત સંપાદિત વૈશ્વિક વિજાણુ પટલ 'આલેખન' શુભારંભ કરાવતા કેન્દ્રિય વહાણવટા, માર્ગ, રસાયણ મંત્રી અને રાજ્યસભા સાંસદ શ્રી મનસુખભાઇ માંડવિયાએ સંપાદક દ્વારા સામાજિક પ્રવૃત્તિ સાથેની પત્રકારત્વ કામગીરી પ્રત્યે મંગલ કામના વ્યક્ત કરી.
'આલેખન' શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મહેસૂલ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયા, ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી સીતારામબાપુ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, શુભેચ્છકોએ શુભકામના સંદેશ પાઠવેલ છે.
કાળી ચૌદશ પર્વે પાલિતાણા ખાતે 'આલેખન' શુભારંભ પ્રસંગે શ્રી ગોપાલભાઈ વાઘેલા, શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, શ્રી વિજયભાઈ ગોટી, શ્રી જીતુભાઇ જોષી તથા શ્રી જગદીશભાઈ ચાવડા જોડાયા હતા અને શુભકામના પાઠવી હતી.