ગુજરાત દીપોત્સવી અંકમાં શ્રી મૂકેશ પંડિતની તસવીર

     ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા ગુજરાત પાક્ષિકના વાર્ષિક દીપોત્સવી અંકમાં ઈશ્વરિયા ના પત્રકાર તસવીરકાર શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા સિહોરના બ્રહ્મકુંડની ખેંચાયેલી તસવીર પ્રકાશિત થઇ છે. 'ગુજરાત' દીપોત્સવી અંકમાં વિવિધ સાહિત્ય રચના સંદર્ભ અને તસવીર તથા ચિત્રો પ્રકાશિત થાય છે. શ્રી મૂકેશ પંડિતની આ તસવીર 'આસ્થા' શીર્ષક સાથે સ્થાન પામેલ છે, જેમાં ભાવિક મહિલાઓ આ ઐતહાસિક કુંડમાં આસ્થા સાથે દર્શન લાભ લેતી દશ્યમાન છે.