શિહોર,ઉમરાળા,પાલીતાણા,ગારીયાધાર તાલુકાના ગામોએ એજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે

   

 શિહોર,ઉમરાળા,પાલીતાણા,ગારીયાધાર તાલુકાના 

ગામોએ એજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે

ભાવનગર;ગુરૂવાર

જિલ્લા નિરીક્ષક જમીન દફતર, ભાવનગરના જણાવાયા અનુસાર  શિહોર તાલુકાના સરકડીયા(સોન)  ગામે  તા.૪/૧૧તથા ૫/૧૧ ના રોજ, રાજપરા(ટાણા)  ગામે તા. ૦૭/૧૧ તથા ૮/૧૧ ના રોજ,ઉમરાળા તાલુકાનાં ઉમરાળા  ગામે તા. ૦૯/૧૧,૧૦/૧૧ તથા ૧૧/૧૧ના રોજ દડવા(રાંદ) ગામે તા.૧૫/૧૧ ૧૬/૧૧ તથા ૧૭/૧૧ના રોજ,પાલીતાણા તાલુકાનાં મોખડકા ગામે તા.૧૮/૧૧ તથા ૧૯/૧૧ના રોજ માળીયા ગામે તા. ૨૧/૧૧ ના રોજ, આંકોલાડી ગામે તા. ૨૨/૧૧ તથા ૨૩/૧૧ ના રોજ,ગારીયાધાર તાલુકાનાં વિરડી ગામે તા. ૨૪/૧૧,૨૫/૧૧તથા ૨૬/૧૧ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે સોંપાયેલી ફરજો અનુસાર જે તે ગામે સર્વેયર હાજર રહી એજ્યુડીકેશન કાર્યક્રમ અંતર્ગત ગામોના ખાતેદારોને એલ એમ પી નોટીસ બજાવેલ હતી તેના વાંધા મળવાથી આ વાંધાઓનો  નિકાલ કરશે.આ કાર્યક્રમ દરમ્યાન માપણીની તારીખો આપવામાં આવશે નહિ જેની સંબંધિતોએ નોંધ લેવી.

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર