પાણી વેરો ભરી જવો અન્યથા દંડનીય કાર્યવાહી

ભાવનગર જીલ્લાનાં ૧૦(દસ) તાલુકાનાં લોકોએ

તા. ૩૦/૧૦ સુધીમાં પાણી વેરો ભરી જવો

અન્યથા દંડનીય કાર્યવાહી કરાશે

ભાવનગર;બુધવાર;

કાર્યપાલક ઈજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ-૧ ,ભાવનગરના જણાવાયા અનુસાર અધિક્ષક ઈજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભાવનગરનાં કાર્યક્ષેત્ર તળે ભાવનગર જીલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મહી/નર્મદા પાણી પુરવઠા યોજના તથા શેત્રુંજી રોજકી ડેમ આધારીત જુદી જુદી જુથ યોજનાઓ મારફત નીચે મુજબનાં તાલુકાનાં સમાવિષ્ટ ગામોએ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જેમ કે-

ભાવનગર,ઘોઘા તાલુકામાં બુધેલ જુથ પાણી પુરવઠા યોજના, ભાવનગર, તળાજા, ઘોઘા,પાલીતાણા તાલુકામાં તણસા જુથ પાણી પુરવઠા યોજના, તળાજા,મહુવા, પાલીતાણા તાલુકામાં પસવી જુથ પાણી પુરવઠા યોજના,મહુવા જેસર તાલુકામાં મહુવા પાણી પુરવઠા યોજના, પાલીતાણા તાલુકામાં પાલીતાણા જુથ પાણી પુરવઠા યોજના,પાલીતાણા, જેસર તાલુકામા પાંડેરીયા જુથ પાણી પુરવઠા યોજના, ગારીયાધાર, પાલીતાણા તાલુકામાં ગારીયાધાર જુથ પાણી પુરવઠા યોજના, ગારીયાધાર, શિહોર, ઉમરાળા,પાલીતાણા તાલુકામાં ચોરવડલા જુથ પાણી પુરવઠા યોજના, વલ્લભીપુર,ભાવનગર તાલુકામાં વલ્લભીપુર અને માલપરા જુથ પાણી પુરવઠા યોજના, શિહોર, ભાવનગર તાલુકામાં શિહોર જુથ પાણી પુરવઠા યોજના, ઉમરાળા, વલ્લભીપુર,શિહોર, ગઢડા તાલુકામાં ઉમરાળા જુથ પાણી પુરવઠા યોજના.

ભાવનગર જીલ્લાનાં આ ૧૦(દસ) તાલુકાઓમાં જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી મેળવતાં ગામો/શહેરો પૈકીનાં પાણી વેરો ન ભરતા ગામો/શહેરોને તાકીદ કરવામાં આવે છે કે તેમના બાકી રહેતાં પાણીનાં બીલનાં નાણાં તા. ૩૦/૧૦/૨૦૧૬ સુધીમાં  ભરી જવા. ત્યારબાદ પાણી વેરો ન ભરનાર ગામો/શહેરોમાં આંતરીક પાણી પુરવઠામાં કાપ મુકવામાં આવશે. જેની નોંધ જે તે ગ્રામ/નગરપાલિકાએ લેવી અને પાણી કાપને લીધે જે કંઈ પરિસ્થિતિ ઉભી થશે તો તેની કોઈ જવાબદારી બોર્ડની રહેશે નહી. તો દંડનીય કાર્યવાહી નિવારવા તાકીદે પાણી વેરો ભરવાનું રાખશો.