જળસ્ત્રાવ વિકાસ સાથે સ્વચ્છતા અભિયાન માટે
ભાવનગર જિલ્લામાં ઝડપી કામગીરી
સિહોર ખાતે મળેલી બેઠકમાં આયોજનની વિગતો અપાઈ
ભાવનગર;શુક્રવાર;
ભાવનગર જિલ્લામાં જળસ્ત્રાવ વિકાસ કામગીરી સાથે સ્વચ્છતા અભિયાન માટે ઝડપી કામગીરી થઈ રહી છે તેમ સિહોર ખાતે મળેલી બેઠકમાં જિલ્લા જળસ્ત્રાવ અધિકારીશ્રી અર્જુનસિંહ ક્ષત્રિયે આયોજનની વિગતો આપી હતી.
સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યુ છે તે સંદર્ભે ભાવનગર જિલ્લામાં પણ ખુલ્લામાં શૌચમુક્તિ માટે વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે જે સંદર્ભે ભાવનગર જિલ્લા જળસ્ત્રાવ કચેરીના અધિકારીશ્રી અર્જુનસિંહ ક્ષત્રિયે સિહોર ખાતે બોલાવેલી બેઠકમાં આ અંગે આયોજનની વિગતો આપી હતી અને જળસ્ત્રાવ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં સમિતિઓના પ્રમુખ તથા મંત્રીઓને આ અંગે માર્ગદર્શન પણ આપ્યુ હતુ. તેઓએ જળસ્ત્રાવ યોજના સંદર્ભે આયોજન અને તકેદારી બાબતે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જળસ્ત્રાવ કચેરી સિહોરના સંકલન સાથે સુશ્રી વૈશાલીબેન સરવૈયાએ પ્રાસંગિક વિગતો આપી હતી અને ઝડપી કામગીરી માટે અનુરોધ કર્યો હતો.