પત્રકારત્વમાં શ્રેષ્ઠતા બદલ રામનાથ ગોએન્કા એવોર્ડ

પ્રધાનમંત્રીએ પત્રકારત્વમાં શ્રેષ્ઠતા બદલ રામનાથ ગોએન્કા એવોર્ડ એનાયત કર્યા

 નવી દિલ્લી ગુરુવાર

  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પત્રકારત્વમાં શ્રેષ્ઠતા બદલ રામનાથ ગોએન્કા એવોર્ડ એનાયત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આઝાદીની લડત દરમિયાન અખબારો અભિવ્યક્તિનું અતિ અસરકારક માધ્યમ બની ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અખબારો મારફતે લેખનકાર્ય કરતા અને પોતાના વિચારો વ્યક્ત કરતા લોકોથી અંગ્રેજો ડરતા હતા.

તેમણે સ્વ. શ્રી રામનાથ ગોએન્કાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, કટોકટી દરમિયાન આંગળીના વેઢે ગણી શકાય તેટલા અખબારોએ સરકારને પડકાર ફેંક્યો હતો અને આ પડકારનું નેતૃત્વ રામનાથજીએ લીધું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજી મીડિયા માટે પડકારરૂપ બની છે અને અગાઉ 24 કલાકમાં પ્રસરતા સમાચારો હવે 24 સેકન્ડમાં દેશના ખૂણેખૂણે પહોંચી જાય છે.