500 રૂપિયામાં વિમાનમાં

લ્યો, 500 રૂપિયામાં ફરો હવે વિમાનમાં... 

એર એશિયાએ કરી જાહેરાત -

17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે  બેઠક નોંધાવી શકો 

 

મુંબઈ સોમવાર 
     એર એશિયા ઉડ્ડયન દ્વારા જાહેરાત થયા મુજબ હવે તેના વિમાનમાં 500 રૂપિયામાં ફરી શકશો, આ કોઈ મજાક નહિ હકીકત છે.     

     17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે આ લાભ લેવા માટે બેઠક નોંધાવી શકો છો. ગઈકાલે થયેલી જાહેરાત મુજબ આજથી જ આ યોજના લાગુ પડી યોજના લાગુ પડી ગઈ છે. અહેવાલ મુજબ 500 રૂપિયામાં દેશના ૨૧ સ્થળોએ એર એશિયા દ્વારા જઈ શકાશે.   અમૃતસર, બાગડોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, ઈન્દોર, જયપુર, કોલકાતા, કોચી, નાગપુર, નવી દિલ્હી, પણજી, પૂણે, રાંચી, શ્રીનગર, સુરત અને વિશાખાપટ્ટનમ જવા માટે આ યોજના રહેલી છે. જો કે, અન્ય વેરા ઉમેરાશે તે સ્વાભાવિક જ છે.

     આમ.. લ્યો હવે 500 રૂપિયામાં જ ફરો વિમાનમાં અને આજથી જ લાભ લેવા માંડો...