'આરોગ્ય સેતુ' મોબાઈલ એપ
તમારી નજીક કોરોનગ્રસ્ત વ્યકિત છે ?
તમને તરત જ જાણકારી મળી જશે...
ભાવનગર
સરકાર દ્વારા કોરોના વાઈરસથી બચાવતી ' આરોગ્ય સેતુ' મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદ વડે તમારી નજીક જો કોરોનાગ્રસ્ત વ્યકિત આવશે તો તમને તરત જ જાણકારી મળી જશે...
ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ AAROGYA SETU મોબાઈલ એપ i.o.s કે એન્ડ્રોઈડ કોઈ પણ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે. જે અંગ્રેજી,ગુજરાતી ,હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષામાં પણ ઓપરેટ કરી શકાય છે. આ એપના માધ્યમથી તમે તમારી નજીક જો કોઈ કોરોનાગ્રસ્ત વ્યકિત આવશે તો તમારા મોબાઈલમાં નોટીફીકેશન આવી જશે, તમને આ દર્દી અંગે તરત જ જાણકારી મળી જશે. આ સતર્કતા સંદેશો મળવાથી આપ તરત જ તેનાથી યોગ્ય અંતર જાળવી સંક્રમણ થતું અટકાવી શકશો.
આ 'આરોગ્ય સેતુ' એપ ડાઉનલોડ કર્યા બાદ પ્રાથમિક એવાં ૪-૫ પ્રશ્નોની માહિતી આપવાની રહે છે. એપ એકટીવ કર્યા પછી શેર ઓપ્શનની મદદ વડે લીંક શેર કરી અન્યને પણ મદદરૂપ બની શકાય છે.
નીચે આપેલ લિંક દ્વારા પણ AAROGYA SETU એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu