રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા માટે કોંગ્રેસ ઝિંદાબાદ - ભાજપમાં સન્નાટો
તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને મિઝોરમમાં મિઝો રાષ્ટ્રીય મોરચાનો વિજય
નવી દિલ્હી
આજે દેશની પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કોંગ્રેસ બહુમતી સાથે ઝિંદાબાદ રહી છે આથી આ રાજ્યોમાં ભાજપમાં સન્નાટો ફેલાયો છે. આ સાથે તેલંગાણા માં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને મિઝોરમમાં મિઝો રાષ્ટ્રીય મોરચાનો વિજય થતા આ પક્ષો સરકાર બનાવશે.
એક રીતે આગામી લોકસભા માટે આ પરિણામો મહત્વના ઈશારા કે સંકેત રૂપ બની શકે છે. આજે આ પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો ભારતીય જાણતા પક્ષ માટે ધારણા કે અપેક્ષા બહાર આવ્યા છે,
આ પાંચ રાજ્યોમાં પૈકી ત્રણ મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારાં ભારે સફળતા પ્રાપ્ત થઈ છે. ભારતીય કોંગ્રેસ પક્ષ બહુમતી આવતા આ રાજ્યો ઉપરાંત પુરા દેશમાં ઝિંદાબાદ ઝિંદાબાદ રહ્યો છે અને વિજયોત્સવો પણ મનાવાયો છે. આમ આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકાર નિશ્ચિત છે.
આ સાથે તેલંગાણા રાજ્યમાં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ બહુમતી મેળવે છે અને મિઝોરઝમ રાજ્યમાં મિઝો રાષ્ટ્રીય મોરચો બહુમતી મેળવતા સરકાર બનાવશે.
ચૂંટણી પ્રચાર સમયે 'કોંગ્રેસ મૂકત ભારત' નારો આપ્યા બાદ આજે દેશની પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થતા હવે ભાજપમાં સ્વાભાવિક સન્નાટો છવાયો છે.