ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઈ લડવી પડશે : શ્રી અન્ના હજારે
ખજૂરાહોમાં રાષ્ટ્રીય જળ સંમેલન: જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં
મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો જોડાયા
ખજૂરાહો ગુરુવાર તા.૭-૧૨-૨૦૧૭
દુષ્કાળ મૂક્ત ભારત હેતુ જળ સરક્ષણ અને નદી પૂનર્જીવન સંદર્ભે ખજૂરાહો ખાતે યોજાયેલ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જાણિતા ચળવળકાર શ્રી અન્ના હજારેએ કહ્યું કે, ગોરા ગયા કાળા આવ્યા પણ સ્વતત્રતા ક્યાં? ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઈ લડવી પડશે. જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહીત મહાનુભાવો જળ સંમેલનમાં જોડાયા હતા.
મધ્યપ્રદેશના ખજૂરાહો ખાતે જળ જન જોડો અભિયાન તળે દુષ્કાળ મૂક્ત ભારત હેતુ જળ સંરક્ષણ અને નદી પૂનર્જીવન સંદર્ભે શનિવાર તા.૭ તથા રવિવાર તા.૮ દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જાણિતા ચળવળકાર શ્રી અન્ના હજારે એ કહ્યું કે તેમને કોઈ પક્ષ સાથે વાંધો નથી પરંતુ ગોરા ગયા, કાળા આવ્યા પણ સ્વતંત્રતા ક્યાં? તેઓએ આહવાન કર્યું કે ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઈ લડવી પડશે . શ્રી હજારે એ કહ્યું કે ધારાસભ્ય, સંસદ સભ્ય વગેરેને સેવક તરીકે મોકલીએ છીએ, પ્રજા માલિક છે. પણ, માલિક લાચાર કેમ થઇ જાય છે? ગ્રામસભાના અધિકારોનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો.
જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘજીના નેતૃત્વમાં આ જળ સંમેલનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ નદી અને તળાવોના ખરા સિમાંકનની માંગ થતા તે માટે આદેશ આપ્યા હતા અને જળ સંગ્રહ અને નદીના કામ માટે કાયમ સ્વયંસેવક ભાવ હોવાનું જણાવ્યું હતું.
શ્રી રાજેન્દ્રસિંઘજી દેશ અને ધરતીના તળનું પાણી ઘટ્યા સાથે આપણી આંખનું પાણી પણ ઘટ્યાની ટકોર કરી.તેઓએ દુષ્કાળ મુક્તિ માટે રાજ્ય અને સમાજની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
અભિયાનના રાષ્ટ્રીય સંયોજક શ્રી સંજયસિંહના સંચાલન સાથેના આ સંમેલનમાં ગુજરાતમાંથી પ્રતિનિધિ ઈશ્વરિયાના કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે ગુજરાત સરકાર અંતર્ગત આગામી સમયમાં નંદી નીતિ અમલી કરાવવા અવકાશ હોવા સાથે સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા જળ સંગ્રહ કામો સાથે ઈશ્વરિયાના વિદ્યાર્થીઓના પર્યાવરણલક્ષી ‘ધરતીના છોરું’ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.
આ સંમેલનમાં દેશભરમાંથી કાર્યકર્તાઓ, મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા.