શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં
મહુવા - કૈલાસ ગુરુકુળમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિ પ્રારંભ
મહુવા શનિવાર તા.03-08-2019
મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં આજથી તુલસી સાહિત્ય સંગોષ્ઠિનો પ્રારંભ થયો. અહીં કાશી - ઉત્તરપ્રદેશ સહિત વિવિધ પ્રાંતના વિદ્વાન કથાકારો સામેલ થયા છે.
તુલસી જન્મોત્સવ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં રામચરિત માનસના મર્મજ્ઞ કથાકારો વિદ્વાનો દરરોજ પ્રવચનો આપશે, જેમાં આજે પ્રથમ દિવસે સાત વિદ્વાનોના પ્રવચનો થયા.
શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં મહુવામાં કૈલાસ ગુરુકુળ - જગદ્દગુરુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં આજે શ્રી રાજેશ રામાયણીજી, શ્રી આચાર્ય વિનોદજી ઉપાધ્યાય, સુ શ્રી આસ્થાજી દૂબે, શ્રી શીતલજી વ્યાસ, શ્રી નિરજાનંદજી ચટિયા, શ્રી સુધીરચંદ્રજી ત્રિપાઠી, તથા શ્રી અખિલેશ ઉપાધ્યાયજીએ રામકથાના વિવિધ પ્રસંગો - ચરિત્રો વિષે મનનીય ઉદ્દબોધન સંગોષ્ઠી લાભ આપ્યો હતો.
સંગોષ્ઠીના પ્રારંભે શ્રી હરિશચંદ્રભાઈ જોષીના સંચાલન સાથે શ્રી મોરારિબાપુએ વિદ્વાનોનું સ્વાગત કર્યું હતું.
અહીં દિવંગત શ્રી સ્વામી રાધેશ્વરાનંદજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તુલસી જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ આ સંગોષ્ઠીમાં 125થી 150 જેટલા વિદ્વાનો સામેલ થયા છે, તેમજ સાહિત્ય રસિકો પણ જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે તુલસી સાહિત્ય વિચારની આ સંગોષ્ઠીના સમાપને બુધવાર તા.7-8-2019ના ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે વાલ્મીકિ, વ્યાસ અને તુલસી પદક વિદ્વાન કથાકારોને અર્પણ કરવામાં આવનાર છે.