યોગગુરુ સ્વામિ રામદેવજી દ્વારા કોરોના બિમારી માટે આયુર્વેદિક દવા રજૂ
ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી
હરિદ્વાર
સમગ્ર વિશ્વમાં કોરોના બિમારી માટે કોઈ દવા ન હોવાથી સૌ ભારે ચિંતામાં રહ્યા છે, આ દરમિયાન યોગગુરુ સ્વામિ રામદેવજી દ્વારા આયુર્વેદિક દવા રજૂ કરી છે. આ ઔષધિ દ્વારા કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. ત્રણ દવાઓ કોરોનિલ, શ્ર્વસારી અને અણુ તેલ રજૂ કરવામાં આવેલ છે. ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે. આ ઔષધિનું નિર્માણ સ્વામી રામદેવજીના નેતૃત્વમાં પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે.
યોગગુરુ સ્વામી રામદેવે આ ઔષધિની રજૂઆત સાથે કહ્યું કે, પતંજલિ યોગપીઠ દ્વારા ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે. આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુરે મળીને બનાવી છે. અહીં એવો દાવો છે કે કોરોનિલ ક્લિનિકલ ક્ધટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. હાલમાં તેનું ઉત્પાદન હરિદ્વારની દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ દ્વારા થઈ રહ્યું છે.
અહીંના મુખ્ય સંચાલક બાલકૃષ્ણ સ્વામીના જણાવ્યા મુજબ, કોવિડ-19 આઉટબ્રેક શરૂ થતા જ વૈજ્ઞાનિકોની એક ટીમ આ કામમાં લાગી ગઈ હતી. પહેલા સ્ટિમુલેશનથી એવા કમ્પાઉન્ડ્સની ઓળખ કરાઈ જે વાયરસથી લડીને શરીરમાં તેનો પ્રસાર કરતા રોકે છે. પતંજલિના મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સેંકડો પોઝિટિવ દર્દીઓ પર આ દવાના તબીબી સંશોધન પ્રયોગો થયા તેમાં 100 ટકા પરિણામ મળ્યા છે. કોરોનિલ કોવિડ-19ના દર્દીઓને 5થી 14 દિવસમાં જ સાજા કરે છે.
સ્વામી રામદેવે જણાવ્યું કે, તેઓ એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા લોકો ઘરે બેઠા કોરોનાની દવા મગાવી શકશે. આ સાથે જ શ્વસારિવટી નામની ટીકડી પણ પતંજલિ વેચશે. શ્વસારિવટી કફ બનતા રોકે છે સાથે જ તે શરીરમાં બનેલા કફને ખતમ કરીને ફેફસાનો સોજો ઓછો કરે છે.
સ્વામી રામદેવે દાવો કર્યો છે કે આ ઔષધિના પરીક્ષણમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પર તબીબી પ્રયોગ થયા હતા જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ થયા હતા. આ એક ઐતિહાસિક ઘટના હોવાનું તેઓએ કહ્યું છે.
આજે રજૂ થયેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ શામેલ છે. ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને અટકાવી શકાય છે. શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.
પતંજલિના પ્રવક્તા દ્વારા જણાવાયા મુજબ કોરોનિલમાં ગિલોય, અશ્વગંધા, તુલસી, સહિતની ઔષધિઓના તેલનું મિશ્રણ છે. આ દવા દિવસમાં બે વખત સવારે અને સાંજે લઈ શકાય છે. અશ્વગંધાથી કોવિડ-19ના રિસેપ્ટર-બાઈડિંગ ડોમેનને શરીરના એન્જિયોટેન્સિન-ક્ધવર્ટિંગ એન્ઝાઈમ સાથે મળવા નથી દેતો. એટલે કે કોરોના શરીરની સ્વસ્થ કોશિકાઓમાં ઘુસી શકતો નથી. ગિયોલ કોરોના સંક્રમણને રોકે છે. તુલસી કોવિડ-19ના આરએનએ પર એટેક કરે છે અને સંક્રમણને વધતા રોકે છે.
સ્વામી રામદેવજી દ્વારા પતંજલિ યોગપીઠ અને સહયોગી એકમ દ્વારા કોરોનની ઔષધિના સંશોધન અને રજૂ થવાથી ભારત અને વિશ્વભરમાં એક આશ્ચર્ય સાથે રાહતની લાગણી જન્મી છે.