શ્રેષ્ઠ શિક્ષણકર્મી સ્પર્ધા માટે પસંદ

ગુજરાતના સામાજિક શિક્ષણકર્મી શ્રી સ્વરૂપ રાવલ વિશ્વના 50 શ્રેષ્ઠ શિક્ષણકર્મી પૈકી સ્પર્ધા માટે પસંદ
બ્રિટનના વર્કી પ્રતિષ્ઠાન દ્વારા જાહેરાત કરવામાં આવી

લંડન 
      બ્રિટનના વર્કી પ્રતિષ્ઠાન દ્વારા દુનિયાભરમાંથી વિશ્વના શિક્ષક પુરસ્કાર માટેની સ્પર્ધા માટે પ્રારંભિક યાદીમાં 50 શિક્ષણ કર્મી વ્યક્તિઓની જાહેરાત કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતના સામાજિક શિક્ષણકર્મી શ્રી સ્વરૂપ રાવલ પસંદ કરાયા છે.   
     10 લાખ ડોલરના આ વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર પ્રતિસ્પર્ધા માટે દુનિયાભરમાંથી પસંદ 50 પ્રતિભાસંપન્ન શિક્ષકોમાં ભારતમાથી 2 પૈકી એક શ્રી સ્વરૂપ રાવલ તને બીજા દિલ્હીના શિક્ષિકા શ્રી આરતી કાનૂન્ગો રહેલા છે. દુનિયાભરમાંથી 179 દેશોમાંથી 10,000 પૈકી 50 આખરી તબક્કામાં આવેલ છે, જેમાંથી છેવટે 10 અને આખરે પસંદગી સમિતિ વિજેતા જાહેર કરશે, જે 24 માર્ચ 2019માં દુબઈ ખાતે   આ પુરસ્કાર પ્રાપ્ત કરશે. 
   બ્રિટનના વર્કી પ્રતિષ્ઠાન દ્વારા દુનિયાભરમાંથી વિશ્વના શિક્ષક પુરસ્કાર માટે 50 પૈકી પસંદ પામેલ શ્રી સ્વરૂપ રાવલ માને  છે કે એક સારા શિક્ષક બાળકને સારા માનવ બનાવવામાં પ્રેરક બને છે, તે પ્રેમ, જિજ્ઞાસા અને કલ્પના શક્તિ વિકસાવી શકે છે. જયારે શિક્ષક આ વિદ્યાર્થી બાળકોને કરુણાશીલ, સ્નેહશીલ અને કદાચ વધુ જવાબદારી પૂર્ણ વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરી શકે છે.       
      સામાજિક મૂલ્યો સાથે કેળવણી અને શિક્ષણ માટે  કાર્યરત ગુજરાતની આ મહિલા શ્રી સ્વરૂપ રાવલ પોતાની વિશેષ કાર્ય પ્રણાલી દ્વારા શેરીઓ સાથે ગામડાઓ પાર વિશેષ પરિણામ પ્રાપ્ત કરી રહેલ છે. એટલું જ નહિ શિક્ષકો માટે પણ ખાસ તાલીમ કાર્ય શિબિરો કાર્યશાળા વડે સજ્જ કરી રહેલ છે.  
       શ્રી સ્વરૂપ પરેશ રાવલ દ્વારા શિક્ષણ લીધા સિવાયના બાળકોની વિશિષ્ટ સિદ્ધિ માટે અભ્યાસ કરી આ વિષય પર વિદ્યા વાંચસ્પતિ ( Ph.D.) પદવી પ્રાપ્ત કરી છે. લવાડ, ભડભેળિયા તેમજ સોડવડરા ગામોમાં જનજાગૃતિ જનશિક્ષણ વડે બાળવિવાહ જેવી રૂઢિ બંધ કરાવવામાં સફળ રહેલ છે. બાળમજૂરી રોકી શિક્ષણ તરફ આ બાળકોને વાળેલ છે. સામાજિક શિક્ષણ સાથે ગીત, સંગીત, નાટકો વગેરે કલા પ્રત્યે તેમનું વિશિષ્ટ સઁયોજન રહેલું છે. તેણી મિસ ઇન્ડિયા બિરુદ પ્રાપ્ત કરી ચુકી છે.