મરાઠા સમુદાય માટે અનામત

મરાઠા સમુદાય માટે 16 ટકા અનામત 

મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વાનુમતે વિધેયક પસાર

શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં તેમજ જાહેર-સરકારી નોકરીઓ માટેની જોગવાઈ રહેશે 

મુંબઈ 

      ગુજરાત સહીત સમગ્ર રાષ્ટ્ર માટે જેના તરફ ધ્યાન હતું તે મરાઠા સમુદાય માટે 16 ટકા અનામત માટે મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વાનુમતે વિધેયક પસાર કરાયું છે. આથી સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તેવા મરાઠાઓને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં તેમજ જાહેર-સરકારી નોકરીઓમાં જોગવાઈ રહેશે.

     મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે ગૃહમાં મરાઠા સમુદાય માટે અનામતનું વિધેયક રજૂ હતું, તે સાથે જ  પસાર કરાયું હતું. આ પહેલા મુખ્યમંત્રી દ્વારા પ્રદેશ પછાત પાંચ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને ગૃહ સમક્ષ વાંચી સંભળાવેલ હતો. આ દરમિયાન મરાઠાઓના સામાજિક સ્થાન શિક્ષણ પ્રમાણ અને આર્થિક સ્થિતિ વગેરે વિગતો સાથેનો અહેવાલ રજૂ થયેલ. પ્રદેશ પછાત પંચ દ્વારા મરાઠાઓને આર્થિક અને સામાજિક રીતે પછાત ગણવામાં આવ્યા છે અને રાજ્યમાં જે કોઈ સેવા અને અધિકારો છે તેમાં તેમની સહભાગિતા વધે તે માટે પંચે ભલામણ કરી છે. પંચે  કહ્યું હતું કે, રાજ્યમાં મરાઠા સમુદાય અંગે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેને ધ્યાનામં રાખીને અપવાદ રહે તે રીતે અનિવાર્ય સંજોગોમાં તેમને અનામતના લાભ આપવામાં આવે તે હિતાવહ છે.  

     છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં બહુમત મરાઠા સમુદાય દ્વારા અનામત માંગણી માટે દેખાવો, સભાઓ વગેરે સાથે આંદોલનો થયા હતા તેમજ કેટલાક સ્થાનો પરતોફાનોનું વાતાવરણ પણ સર્જાયું હતું. આ માટે મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વાનુમતે વિધેયક પસાર કરાયું છે. આથી સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તેવા મરાઠાઓને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં તેમજ જાહેર-સરકારી નોકરીઓમાં નોકરીઓ માટેની જોગવાઈ રહેશે

     મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 16 ટકા અનામતના વિધેયકથી હવે ગુજરાત સહીત સમગ્ર રાષ્ટ્ર માટે જેના તરફ ધ્યાન હતું તે હવે અન્ય રાજ્યોમાં પણ જે તે સમુદાય માટે અનામત માંગણી બળવત્તર બનશે તેમાં શંકા નથી. ગુજરાતમાં પાટીદાર અનામત માટે ઘણા તોફાની આંદોલનો બાદ હવે રાજ્ય સરકાર માટે આવતા દિવસો કેવા રહેશે તે થોડા દિવસોમાં જ અણસાર આવશે.