અફઘાનિસ્તાન ખાણ દુર્ઘટના સહાય

અફઘાનિસ્તાન ખાણ દુર્ઘટનામાં માર્યા ગયેલા 

ગરીબ મજૂરોના પરિવારજનોને શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા એક લાખ પચાસ હજારની સહાય

મહુવા 
     ગયા પખવાડિયે
અફઘાનિસ્તાનના બડાકશાન વિસ્તારમાં ખાણમાં સર્જાયેલી દુર્ઘટનામાં 30 મજૂરોના મોત  નિપજ્યા હતા. આ ગરીબ મજૂરોના પરિવારજનોને સહાયભૂત થવા માટે શ્રી મોરારિબાપુ તરફથી રૂપિયા એક લાખ પચાસ હજારની સહાય મોકલાવેલ છે.

     પૂર્વે ઉત્તર અફઘાનિસ્તાનના બડાકશાન વિસ્તારમાં સોનાની ખાણમાં ગયા પખવાડિયે દુર્ઘટના થઇ હતી. આ ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવા ઘણા દિવસો પ્રયત્નો બાદ સફળતા ના મળી હતી.  આ સર્જાયેલી દુર્ઘટનામાં ખાણની ભેખડો ધસી પડવાને કારણે 30 જેટલા ગરીબ અને મજુરી કરી જીવન ગુજારતા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને તત્કાલ સહાયભૂત થવાના  હેતુથી શ્રી.હનુમાનજીની સાંત્વનારૂપે શ્રી.ચિત્રકૂટધામ દ્વારા મોરારિબાપુએ  રૂપિયા એક લાખ પચાસ હજારની સહાય મોકલાવેલ છે.

    આ રાશી પહોચાડવા માટે દિલ્હી સ્થિત અફઘાનિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરી તેમના સંબંધિત અધિકારીઓને સાથે રાખી દ્વારા આ રકમ મૃતકોના સ્વજનોને પહોંચતી કરવામાં આવશે.