રામ જન્મભૂમિ મંદિર શ્રી મોરારિબાપુ

અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા રામ જન્મભૂમિ મંદિર માટે શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા 5 કરોડ અર્પણ કરવા જાહેરાત 
તલગાજરડા 
હિન્દુઓના આસ્થા સ્થાનક અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ જન્મભૂમિ મંદિર માટે આજે તુલસી જયંતિ પર્વે શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા 5 કરોડ અર્પણ કરવા જાહેરાત કરવામાં આવી છે.
શ્રી મોરારિબાપુ દ્વારા પોતાના જન્મસ્થાન તલગાજરડામાં પીઠોરિયા હનુમાનજીના સાનિધ્યમાં રામકથા ચાલી રહી છે. આજે તુલસી જયંતિના પર્વે શ્રી મોરારિબાપુએ રામકથાના વૈશ્વિક શ્રોતાઓના આગ્રહથી તેઓની  સામેલગીરી સાથે દાન માટે જાહેરાત કરી છે. 
હિન્દુઓના આસ્થા સ્થાનક અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ઐતિહાસિક રામ જન્મભૂમિ મંદિર માટે રૂપિયા 5 કરોડ દાન અર્પણ કરવા જાહેરાત કરતા આ નિર્માણ  કાર્ય અંગે વિશેષ આનંદ
વ્યક્ત કરેલ છે. શ્રી મોરારિબાપુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિર પૂજન માટે પણ રાજીપો વ્યક્ત કર્યો છે. વધુ વિગત માટે શ્રી હરિશચંદ્ર જોશી (  9824210310 ) તથા શ્રી નિલેશ વાવડિયા ( 9824454446 )
સાથે સંપર્ક સાધવા શ્રી ચિત્રકૂટધામ દ્વારા અનુરોધ કરાયો છે.