કોલકાતામાં એક તબીબ સાથે થયેલી મારપીટ
સોમવારે દેશનાં તબીબો હડતાળ પર
તાત્કાલિક આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે
આંદોલનને પરત લેવા માટે રાજ્ય સરકાર માટે છ શરતો
નવીદિલ્હી
ભારતીય તબીબી સંગઠન - આઈએમએએ શુક્રવારે જાહેરાત કરી કે 17 જૂન સોમવારે દેશનાં તબીબો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર તાત્કાલિક આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે. કોલકાતામાં એક તબીબ સાથે થયેલી મારપીટ બાદ પશ્ર્ચિમ બંગાળમાં રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે.આંદોલનને પરત લેવા માટે રાજ્ય સરકાર માટે છ શરતો મુકવામાં આવી છે. આ મુદ્દે દેશભરમાં તબીબો દ્વારા કાર્યક્રમો આપી તબીબો પરના હુમલા સામે રક્ષણ આપવા માંગ થઇ રહી છે.
પત્રકારો સાથેની વાતમાં ભારતીય તબીબી સંગઠન દ્વારા જણાવાયા મુજબ,દવાખાનાઓમાં તબીબોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકાતામાં તબીબી અભ્યાસના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે. આગળ કહ્યું કે, રસ્તા પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આઈએમએએ કહ્યું કે અમે ઘોષણા કરીએ છીએ કે, 17 જૂન સોમવારે આખા દેશમાં તબીબો હડતાળ પર રહેશે અને માત્ર તાત્કાલિક આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે. ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી તબીબો હડતાળ વચ્ચે કલકત્તા અદાલતે સરકારને આદેશ કર્યો છે. અદાલતે બંગાળ સરકારને કહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલાં તબીબો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, અદાલતે મમતા સરકારને પુછ્યું છે કે, તેઓએ તબીબોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક તબીબ સાથે થયેલી મારપીટ બાદ પશ્ર્ચિમ બંગાળમાં રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આ મુદ્દે દેશભરમાં તબીબો દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમો આપી તબીબો પરના હુમલા સામે રક્ષણ આપવા માંગ થઇ રહી છે.
પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલ તબીબોની હડતાળ વચ્ચે મમતા બેનર્જી એનઆરએસ હોસ્પિટલનાં તબીબને મળવા માટે બોલાવ્યા છે. આ અગાઉ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મમતા બેનર્જીનાં મુદ્દે વાતચીત માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવા માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. મે તેમને ફોન કર્યો જો કે તેમની તરફતી કોઇ પ્રતિક્રિયા નથી મળી. જો તેઓ મારી સાથે વાત કરે છે તો આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. હું તેમને ફોન કરીશ, તેમને આવવા દો. આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું છે કે તેઓ ડોક્ટરની સમસ્યાઓનો ઉકેલ લાવે. પશ્ચિમ બંગાળમાં આંદોલનકર્તા તબીબો શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેશર્ત માફી માંગવાની માંગ કરી અને ચાર દિવસથી ચાલી રહેલા પોતાના આંદોલનને પરત લેવા માટે રાજ્ય સરકાર માટે છ શરતો મુકવામાં આવી છે.
નારાજ તબીબોએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને વગર શર્તે માફી માંગવાની માંગણી કરી છે. હડતાળ કરી રહેલા તબીબોએ કામ પર પરત ફરવાને લઇને 6 શરતો રાખી છે, જેમાં મમતા બેનર્જીની માફી પણ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ કરી રહેલા તબીબો ડોક્ટરોએ કહ્યું કે, અમે મમતા બેનર્જી પાસે તેમના ગઇકાલનાં ભાષણને લઇને માફી ઇચ્છીએ છીએ.
ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહ મંત્રી અમિત શાહને પણ પત્ર લખીને તબીબોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગણી કરી છે. જૂનિયર ડોક્ટરનાં એક ફોરમનાં પ્રવક્તા ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું છે કે, જે રીતે ગઇકાલે સીએમએ તબીબો સાથે વાત કરી, તે રીતે વાત નહોતી કરવી જોઇતી. મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં બહારનાં લોકોનો ઉલ્લેખ કરીને બીજેપી અને સીપીઆઈ પર આ મુદ્દાને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. તબીબોની શરતોમાં એક માંગ એ પણ છે કે સીએમએ હોસ્પિટલ આવીને ઘાયલતબીબોને મળવાનું રહેશે અને હુમલાની નિંદા કરવાની રહેશે. ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું કે, અમે સીએમ પાસે આ હુમલાની માંગ ઇચ્છીએ છીએ.તબીબોએ હુમલો કરનારાઓની સામે કાર્યવાહીનાં સબૂત પણ માંગ્યા છે. આ ઉપરાંત સંપૂર્ણ રાજ્યમાં જૂનિયર ડોક્ટરો અને તબીબી અભ્યાસના વિદ્યાર્થીઓ સામે જૂઠા કેસ અને આરોપ પાછા ખેંચવાની પણ માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે એનઆરએસ હોસ્પિટલમાં મૃતક દર્દીઓનાં પરિજનોએ બે તબીબોને હેરાન કર્યા. તબીબો એ દરેક સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સાથે પાયાનાં માળખામાં પણ સુધારો કરવા પર જોર આપ્યું દેમાં સશસ્ત્ર પોલીસકર્મીઓની પોસ્ટિંગ પણ સામેલ છે.