પશ્ચિમ રેલવે ભાવનગર ઉર્જા બચત પ્રથમ

પશ્ચિમ રેલવે ભાવનગર મંડલે ઉર્જાની બચત બાબતે
ઓફિસ બિલ્ડિંગ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મેળવ્યું

ભાવનગર     

પશ્ચિમ રેલવે ભાવનગર મંડલને ઉર્જા સંરક્ષણની ઓફિસ બિલ્ડિંગ કેટેગરીમાં વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારત સરકારના ઉર્જા મંત્રાલય, કાર્યક્ષમતા બ્યુરો દ્વારા રજૂ કરવામાં આવે છે.

11 જાન્યુઆરી 2021 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ એવોર્ડ વર્ચુઅલ માધ્યમ દ્વારા આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ, મંડલ રેલ પ્રબંધક શ્રી પ્રતીક ગોસ્વામી, સિનિયર ડિવીજનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શ્રી એમ.પી.વિજ અને અન્ય એવોર્ડ મેળવનારા વર્ચુઅલ માધ્યમથી જોડાયેલા હતા.

આ ઉચ્ચ સન્માન ઉર્જા વપરાશમાં નોંધપાત્ર સુધારણા માટે એનાયત કરાયો છે. ઉર્જાનો વપરાશ કરતા જૂના ઉપકરણો અને એલઈડી દૂર કરીને 5 સ્ટાર રેટેડ એસી, ફ્રિજ વગેરેનો ઉપયોગ અને ફિટિંગ કરીને પાવર બચત કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઆરએમ ઓફિસ બિલ્ડિંગની છત પર 75 કેડબ્લ્યુપીપી સોલર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ભાવનગર મંડલ દ્વારા વર્ષ દરમિયાન વીજ બચત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કર્મચારીઓને જરૂરી ન હોય ત્યારે વીજળી, પંખા વગેરે બંધ રાખવા પ્રોત્સાહિત કરાયા હતા. પરિણામે, ભાવનગર ડિવિઝને વર્ષ 2019-20 દરમિયાન મંડલીય કચેરીમાં વિશિષ્ટ ઉર્જા ખર્ચમાં 52% ઘટાડો કરીને લગભગ 92134 યુનિટ ઉર્જાની બચત કરી છે, જેના કારણે મંડલને રૂ. 07 લાખની બચત થઈ છે.

મંડલ રેલ પ્રબંધકે શ્રી એમ.પી.વિજ (સિનિયર ડીઇઇ / પી / બીવીપી) અને તમામ ઇલેક્ટ્રિક સ્ટાફને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.