20 ડિસેમ્બર સુધીમાં બેંક કામકાજ આટોપી લેજો
21થી 26 ડિસેમ્બર દરમિયાન ગ્રાહક કામ થઈ શકશે નહીં
નવી દિલ્હી
20 ડિસેમ્બર સુધીમાં બેંક કામકાજ આટોપી લેજો નહીંતર રજાઓ અને સંભવત: હડતાલોના કારણે 21થી 26 ડિસેમ્બર દરમિયાન ગ્રાહક કામ થઈ શકશે નહીં.
બેન્કોમાં 21થી 26 ડિસેમ્બર દરમિયાન પાંચ દિવસ ચલણ, ડ્રાફ્ટ, ચેક વગેરે ગ્રાહક કામ થઈ શકશે નહીં માટે તારીખ 20 સુધીમાં બેંક કામકાજ આટોપી લેજો.
પુરી વિગત જોઈએ તો બેંક કર્મચારીના સંગઠન દ્વારા કેન્દ્ર સરકારની સંબંધિત નીતિ સામે વિરોધ દર્શાવવા તારીખ 21ના હડતાલનું એલાન કર્યું છે. તારીખ 22 ચોથો શનિવાર એટલે રજા. તારીખ 23 એ રવિવાર. આમ સતત ત્રણ દિવસ ગયા બાદ તારીખ 24ના બેંક શાખા કામ કરશે, ત્યાં ફરી તારીખ 25 ડિસેમ્બર નાતાલ રજા અને વળી પાછા તારીખ 26 બેંક સંબંધિત સંયુક્ત ગઠનની એક વધુ હડતાલ આવી રહી છે. આમ બેંક કામકાજ માટે રજા ઉપર રજા રહી શકે છે.
આથી, રજાઓ અને સંભવત: હડતાલોના કારણે 21થી 26 ડિસેમ્બર દરમિયાન ગ્રાહક કામ થાય શકશે નહીં. બેંક કામકાજ આ રીતે બંધ રહેવાથી સ્વાભાવિક રોકડ ખેંચ પણ ઉભી થઈ શકે એટલે 20 ડિસેમ્બર સુધીમાં જ ગ્રાહક સંબંધી કામકાજ પુરા કરી લેવા હિતાવહ છે. સંભવત: સમાધાન થાય તો કદાચ હડતાલ ના રહે.