જગન્નાથ પુરીમાં રથયાત્રા

જગન્નાથ પુરીમાં રથયાત્રા નીકળશે - સર્વોચ્ચ અદાલતની મંજૂરી 
વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા મોટી સંખ્યામાં  શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ  નીકળશે
પુરી 
જગન્નાથ પુરીમાં શરતો સાથે રથયાત્રા માટે સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી છે. આ દરમિયાન ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. આ અદાલતના આદેશ મુજબ આ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા મોટી સંખ્યામાં  શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ  નીકળશે.
જગન્નાથ મંદિર અને વહીવટી તંત્રના સંકલન સાથે  યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જાઈએ. સાથે જ કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે. સરકાર તરફથી અધિકારી દ્વારા જણાવેલ કે, રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો મામલો છે. ભગવાન જગન્નાથ આવતીકાલે નગરમાં બહાર નહીં આવે તો પછી ૧૨ વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે.
આ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ , એક દિવસ સંચારબંધી લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન કરવાનું રહેશે. આ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ યાત્રા નીકળશે. 
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલ. આવતીકાલે અષાઢી બીજે મંગળવારે હવે અદાલતના આદેશ મુજબ નિયંત્રણ સાથે રથયાત્રા યોજાશે.
કોરોના સંકટને કારણે ઓરિસ્સાના પુરીમાં જગન્નાથ યાત્રા યોજવા અને સંબંધિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી. ઘણા દિવસ સુધી આ યાત્રા અને સંબંધિત ઉત્સવ આયોજનો જે પરંપરાગત ચાલે છે, આ વર્ષે કોરોનાના કારણે અદાલતના સૂચન મુજબ બંધ રહેલ છે જયારે પુરીમાં રથયાત્રા માટે છેવટે મંજૂરી મળી છે. જો કે પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.