ગરિમાપૂર્ણ સમારોહમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો શપથવિધિ
58 મંત્રીઓએ ગઈકાલે શપથ ગ્રહણ કર્યા - આજરોજ ખાતાઓની ફાળવણી
નવીદિલ્હી
જનસમર્થન સાથે 2019માં લોકસભા ચૂંટણી જીતનાર નરેન્દ્ર મોદીએ સત્તાનો તાજ પહેરતા વિધિવત રીતે સિંહાસન સંભાળી લીધું હતું. ચૂંટણીમાં જેટલો ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો તેટલો જ સાદગી પણ ગરિમાપૂર્ણ શપથ સમારોહ આજે યોજાયો હતો. રાષ્ટ્રગાનની ધૂનથી ઢળતી સાંજનો માહોલ દેશભક્તિમય બન્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે દેશ-વિદેશનાં હજારો ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે જ્યારે સૌપ્રથમ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનાં હોદો અને ગોપનિયતાનાં શપથ લેવડાવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનનું આંગણું તાળીઓ, મોદી-મોદી અને ભારત માતા કી જયનાં નારા સાથે ગુંજી ઉઠયું હતું. ગઈકાલે શપથ ગ્રહણ કર્યા બાદ આજરોજ ખાતાઓની ફાળવણી કરી દીધી છે
રાજધાની ખાતે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં યોજાયેલા દબદબાપૂર્ણ સમારોહમાં શપથગ્રહણ કરવાની સાથે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના કાર્યકાળનો આજે વિધિવત પ્રારંભ થઇ ગયો છે. મોદીએ આજે સાંજે બિમસ્ટેક દેશો સહિતના વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ અને ગોપનિયતાના શપથ લીધા તેની સાથે 24 કેબિનેટ સહિત 58 મંત્રીઓએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. જો કે, આ પહેલાં એનડીએ સાથી પક્ષ જદયુએ કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો. વરિષ્ઠ નેતાઓમાં રાજનાથસિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ સોગંદવિધિ કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર અરુણ જેટલી સરકારમાં સામેલ નહોતા થયા. ગત સરકારમાં ગૃહમંત્રી રહેલા રાજનાથસિંહે મોદી પછી શપથ લીધા હતા. આમ હવે સ્પષ્ટ થયું કે, સરકારમાં બીજું સ્થાન તેમનું હશે. સરકારમાં ત્રીજા ક્રમ તરીકે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શપથ લીધા હતા.
નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદ માટે શપથગ્રહણ કર્યા બાદ ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહે શપથ લીધા હતા. ત્યારબાદ ત્રીજા નંબરે અમિત શાહને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે શપથ લેવડાવ્યા હતા. મોદી સરકારમાં સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી રાહુલ ગાંધીને હારનો સ્વાદ ચખાડવાની ભેટ રૂપે કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપ-એનડીએના નેતાઓ નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમણ, રામ વિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગહેલોત, નરેન્દ્ર તોમર, પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર, રમેશ પોખરિયાલ નિશંક, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ડો. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, મહેન્દ્ર નાથ પાંડેય, અરવિંદ સાવંત, ગિરિરાજ સિંહ, સંતોષ ગંગવાર, રાવ ઈન્દ્રજીત સિંહ, શ્રીપદ નાયક, જીતેન્દ્ર સિંહ, કિરણ રિજિજુ, પ્રહલાદ પટેલ, આર.કે. સિંહ, હરદિપ સિંહ પુરી, મનસુખ માંડવિયા વગેરે નેતાઓએ કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં યોજાયેલા મોદી સરકારના શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, ઉદ્યોગપતિ રતન તાતા, અનીલ-નિતા અંબાણી તેમજ બિમસ્ટેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મ્યાંમારના રાષ્ટ્રપતિ યુ બિન મીંટ, નેપાળના વડાપ્રધાન કેપી ઓલી, કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ એસ. જીનબેકોવ, શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેના સહિત બોલિવૂડના કલાકારો કંગના રનૌત, અનુપમ ખેર, બોની કપૂર, જીતેન્દ્ર, કરણ જોહર, શાહીદ કપૂર, બોમન ઈરાની, વિવેક ઓબેરોય, સિદ્ધાર્થ રોય તેમજ દેશ દુનિયાના જાણીતા ચહેરાઓ મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બન્યા હતા. બીજી તરફ દિલ્હીને સાંજે નો ફ્લાય ઝોન જાહેર કરતા આંધ્રપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી તેમજ તેલંગણના મુખ્યમંત્રી કેસી રાવ શપથગ્રહણમાં પહોંચી શક્યા નહોતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 57 મંત્રીઓ સાથેના મંત્રીમંડળે ગઈકાલે શપથ ગ્રહણ કર્યા બાદ આજરોજ ખાતાઓની ફાળવણી કરી દીધી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક વિભાગો એવા છે જે તેમણે પોતાની પાસે જ રાખ્યા છે. એવા મંત્રાલયો જે કોઈને ફાળવ્યા નથી, પ્રધાનમંત્રી કાર્યાલય, પર્સોનલ વિભાગ, લોક ફરિયાદ અને પેન્શન, એટોમિક એનર્જી, અંતરિક્ષ પોલીસી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ.
ક્યા મંત્રીને ક્યું ખાતું ફાળવાયું ?
ક્રમ |
નામ |
ખાતુ |
01 |
અમિત શાહ |
ગૃહ |
02 |
એસ.જયશંકર |
વિદેશ |
03 |
રાજનાથસિંહ |
સંરક્ષણ |
04 |
નિર્મલા સિતારમન |
નાણા |
05 |
નિતિન ગડકરી |
પરિવહન અને રોડ |
06 |
પિયુષ ગોયલ |
રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ |
07 |
સદાનંદ ગૌડા |
રસાયણ અને ખાતર |
08 |
ધર્મેન્દ્ર પ્રધાન |
પેટ્રોલિયમ |
09 |
રવિશંકર પ્રસાદ |
કાયદા |
10 |
સ્મૃતિ ઈરાની |
કપડા અ્ને બાળ વિકાસ |
11 |
હર્ષવર્ધન |
સ્વાસ્થ્ય |
12 |
રમેશ પોખરિયાલ |
માનવ સંસાધન |
13 |
મુખ્તાર અબ્બાસ નકવી |
અલ્પ સંખ્યક |
14 |
રામવિલાસ પાસવાન |
ગ્રાહક અને અન્ન પૂરવઠો |
15 |
નરેન્દ્રસિંહ તોમર |
કૃષિ અ્ને પંચાયતી રાજ્ય |
16 |
હરસિમતર કોર બાદલ |
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી |
17 |
થાવર ચંદ ગહેલોટ |
સામાજિક ન્યાય |
18 |
અર્જુન મૂંડા |
આદિવાસી કલ્યાણ |
19 |
પ્રકાશ જાવડેકર |
પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સૂચના અને પ્રસારણ |
20 |
પ્રહ્લાદ જોષી |
સંસદીય બાબતો, કોલસા અ્ને ખાણ મંત્રાલય |
21 |
મહેન્દ્રનાથ પાંડે |
સ્કિલ ડેવલપમેન્ટ |
22 |
અરવિંદ સાવંત |
હેવી ઈન્ડસ્ટ્રીઝ |
23 |
ગિરરાજ સિંહ |
પશુપાલન અને ડેરી તેમજ ફિશરીઝ |
24 |
ગજેન્દ્રસિંહ શેખાવત |
જળ સંસાધન |
25 |
સંતોષ ગંગવાર |
શ્રમ અને રોજગાર |
26 |
શ્રીપદ નાઈક |
આયુષ મંત્રાલય અને રક્ષા મંત્રાલય(રાજ્ય મંત્રી) |
27 |
જીતેન્દ્રસિંહ |
નોર્થ ઈસ્ટ ડેવલપમેન્ટ, પીએમઓ, પેન્શન, પરમાણુ ઉર્જા(રાજ્ય મંત્રી) |
28 |
કિરણ રિજ્જુ |
યુવા અને રમતગમત, અલ્પસંખ્યક(રાજ્યમંત્રી) |
29 |
પ્રહલાદ પટેલ |
સંસ્કૃતિ અને પર્યટન(રાજ્ય મંત્રી) |
30 |
આર કે સિંહ |
ઈલેક્ટ્રિસિટી, રીન્યુએબલ એનર્જી(રાજ્યમંત્રી) |
31 |
હરદીપસિંહ પુરી |
શહેરી વિકાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય(રાજ્ય કક્ષા) |
32 |
મનસુખ માંડવિયા |
શિપિંગ તેમજ રસાયણ અને ખાતર(રાજ્ય કક્ષાના મંત્રી) |
33 |
ફગ્ગનસિહં કુલસ્તે |
સ્ટીલ (રાજ્ય મંત્રી) |
34 |
અશ્વિન ચૌબે |
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય મંત્રી) |
35 |
જનરલ વિ કે સિંહ |
સડક, પરિવહન(રાજ્ય મંત્રી) |
36 |
કૃષ્ણ પાલ ગુજ્જર |
સામાજિક ન્યાય અને સશક્તિકરણ(રાજ્ય મંત્રી) |
37 |
દાનવે રાવસાહેબ દાદારાવ |
ગ્રાહક સુરક્ષા, સાર્વજનિક વિતરણ(રાજ્ય મંત્રી) |
38 |
જી કિશન રેડ્ડી |
ગૃહ (રાજ્ય મંત્રી) |
39 |
પુરષોત્તમ રુપાલા |
કૃષિ અને ખેડૂત કલ્યાણ(રાજ્ય મંત્રી) |
40 |
રામદાસ આઠવલે |
સામાજિક ન્યાય અને સશક્તિકરણ(રાજ્ય મંત્રી) |
41 |
સાધ્વી નિરંજન જ્યોતિ |
ગ્રામિણ વિકાસ (રાજ્ય મંત્રી) |