ચૂંટણી સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર બેઠક

સોશિયલ મીડિયા મંચનાં પ્રતિનિધિઓ સાથે 
 
ભારતીય ચૂંટણી પંચે લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી
 
અગાઉ સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર બેઠક યોજી
 
નવી દિલ્હીઃ
     

     ભારતીય ચૂંટણી પંચે આજે લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી અગાઉ સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર વિવિધ સોશિયલ મીડિયા મંચ અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયા (IAMAI)નાં પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.

     મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ આ કાર્યક્રમનાં પ્રારંભિક પ્રવચનમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાને વિશિષ્ટ અને ઐતિહાસિક ડોક્યુમેન્ટ ગણાવ્યું હતું, જેનું પાલન તમામ રાજકીય પક્ષો/સંસ્થાઓ ચૂંટણીઓ જાહેર થયાની તારીખથી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કરે છે. આ આચારસંહિતા વિવિધ રાજકીય પક્ષો અને ભારતીય ચૂંટણી પંચ વચ્ચે સર્વસમંતિનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે, હકીકતમાં સામાન્ય રીતે આ આચારસંહિતામાં વધારે કડક જોગવાઈઓ લાગુ કરવા માટે ફેરફાર કરવાની જરૂર પડે છે. શ્રી અરોરાએ સોશિયલ મીડિયા કંપનીઓની પ્રશંસા કરી હતી, જેમણે હાલની ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સંદર્ભ માટે અને લાંબો સમય ચાલનારી આ ચૂંટણીની પ્રક્રિયાઓ માટે સમાન આચારસંહિતા રજૂ કરીને લાગુ કરી છે.

     ચૂંટણી કમિશનર શ્રી અશોક લવાસાએ ધ્યાન દોર્યું હતું કે, સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા મંચોની વર્તણૂકમાં ફેરફાર બદલ આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, સભ્ય સમાજની ઓળખ સ્વૈચ્છિક નિયંત્રણ છે અને કોઈ પણ નિયમન તરીકે અસરકારક તરીકે કામ થાય એમાં રહેલી છે. તેમણે સૂચન કર્યું હતું કે, મેનેજમેન્ટે સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મનો ચૂંટણી કે રાજકીય ઉદ્દેશો માટે દુરુપયોગ ન કરવાની સ્વૈચ્છિક સંમતિ વપરાશકર્તા (યુઝર) પાસેથી મેળવવાની સ્પષ્ટ જોગવાઈ વિશે વિચારણા કરવી પડશે.

     ચૂંટણી કમિશનર શ્રી સુશિલ ચંદ્રાએ પ્રતિનિધિઓને યાદ અપાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ સૈદ્ધાંતિક, નૈતિક, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓમાં માને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાની ભૂમિકા માહિતીનો પ્રસાર કરવામાં મદદ કરે છે તેમજ ગેરમાર્ગે દોરતી માહિતીનાં અંકુશને નજરઅંદાજ ન કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરતાં યુઝર સામે કેટલીક શિક્ષાત્મક જોગવાઈ જેવા અવરોધોનો સક્રિયપણે વિચાર કરવો પડશે. શ્રી ચંદ્રાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા મંચનો ભાગીદારીનો અભિગમ ભારતીય ચૂંટણી પંચને એનાં ઉદ્દેશો પાર પાડવામાં મદદરૂપ થશે.

     આ બેઠકમાં પક્ષોનાં ખર્ચની કામગીરી, રાજકીય જાહેરાતોનાં ખર્ચમાં પૂર્વ-પ્રમાણીકરણ અને પારદર્શકતા લાવવા માટે ફરિયાદોનું નિવારણ કરવા કટિબદ્ધ માધ્યમોની નિમણૂક કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 126નાં ઉલ્લંઘન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નોટિફિકેશનની બદલાતી વ્યવસ્થા પર અને આ પ્લેટફોર્મનાં દુરુપયોગને અટકાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યા હતાં.

     આ બેઠકમાં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયા (IAMAI)નાં ઇન્ડસ્ટ્રી હેડ તથા ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર, ગૂગલ, શેરચેટ, ટિકટોક અને બિગોટીવી જેવી સોશિયલ મીડિયા કંપનીઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

     IAMAI અને સોશિયલ મીડિયા મધ્યસ્થી કંપનીઓ ઉદ્યોગમાં કામગીરીની વિગતો નક્કી કરવા માટેનૈતિકતાની આચારસંહિતા સાથે સંમત થયાં હતાં.