ઉપગ્રહ 'જીસેટ 11'

રાષ્ટ્રના સૌથી વજનદાર ઉપગ્રહ 'જીસેટ 11' અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મુકવામાં આવ્યો

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા નિર્મિત આ ઉપગ્રહ આજે બુધવારે વહેલી સવારે ફ્રેન્ચ ગુયાના ખાતેથી છોડવામાં આવ્યો

 પ્રધાનમંત્રી શ્રી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા 

 નવી દિલ્હી  
     રાષ્ટ્રના સૌથી વજનદાર ઉપગ્રહ 'જીસેટ 11' આજે અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મુકવામાં આવ્યો છે.  ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા નિર્મિત આ ઉપગ્રહ આજે બુધવારે વહેલી સવારે યુરોપીયઅંતરિક્ષ કેન્દ્ર એરિયાને સ્પેસ ફ્રેન્ચ ગુયાના ખાતેથી સફળતાપૂર્વક છોડવામાં આવ્યો.પ્રધાનમંત્રી શ્રી
એ વૈજ્ઞાનિકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. 
     આજે બુધવારે વહેલી સવારે ભારતીય સમય પ્રમાણે 2 કલાક 7 મિનિટે ભારતનો આજ સુધીનો સૌથી વજનદાર એટલે કે 5854 કિલો વજનનો 'જીસેટ 11' ઉપગ્રહ ફ્રેન્ચ ગુયાના યુરોપીય અંતરિક્ષ કેન્દ્ર એરિયાનેસ્પેસ ખાતેથી સફળતાપૂર્વક છોડવામાં આવ્યો છે, જે પૃથ્વીથી 36,000 કિલોમીટર ઊંચાઈ પાર પ્રસ્થાપિત થનાર છે. 
       'જીસેટ 11' ઉપગ્રહ છોડતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના વૈજ્ઞાનિકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. 
    રાષ્ટ્રના સૌથી વજનદાર ઉપગ્રહ 'જીસેટ 11' દ્વારા સંચાર સંપર્ક સુવિધામાં જબ્બર વધારો થશે તેમજ ઉપકરણોની કામગીરીની ઝડપ વધશે, જે ભારતની મુખ્યભૂમિ તેમજ આસપાસ દ્વીપોમાં સંચાર પ્રણાલી માટે કાર્ય કરશે.    
     'જીસેટ 11' ઉપગ્રહ ની કેટલીક વિગતો જોઈએ તો તેની દરેક સૌર પાંખોની લંબાઈ 4 મીટર છે. આ ઉપગ્રહની કાર્ય અવધિ 15 વર્ષની રહેશે. લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.