કોંગ્રેસ નેતા આજીવન કેદ

શીખ રમખાણો મામલામાં કોંગ્રેસ નેતા

સજ્જનકુમારને આજીવન કેદ

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે સજા ફરમાવી  

નવી દિલ્હી 
     દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે 1984ના શીખ રમખાણો મામલામાંઆજે કોંગ્રેસ નેતા સજ્જનકુમારને આજીવન કેદની સજા ફરમાવી છે. 
     શીખ રમખાણો મામલામાં આજે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય દ્વારા સજા ફરમાવતી વખતે કહું કે સત્યની જીત અને ન્યાય જ થશે. અદાલતે કોંગ્રેસ નેતા સજ્જનકુમારને આજીવન કેદની સજા ફરમાવી છે અને 31 તારીખ સુધીમાં હાજર થઈ જવા આદેશ કર્યો છે. 
     ઉલ્લેખનીય છે, કે નીચલી અદાલતે સજ્જનકુમારને છોડી દીધેલ જે સામે પીડિત પક્ષ અને કેન્દ્રીય તપાસ વિભાગ CBI દ્વારા ઉચ્ચ ન્યાલયમાં ગયેલ.  ન્યાયમૂર્તિ શ્રી મુરલીધર અને શ્રી વિનોદ ગોયલની બનેલી પીઠ દ્વારા આજે તોફાન રમખાણો ભડકાવવા અને કાવતરા રચવા દોષી જાહેર કરી આજીવન કેદની સજા ફરમાવી છે. આમ છતાં ફરિયાદી પક્ષ ફાંસીની સજા સુધી લડનાર હોવાનું જણાવાયું છે.
       આ કિસ્સામાં સજ્જનકુમાર આજ સુધી આગોતરા જામીન મેળવી બહાર રહેલ।. ફેબ્રુઆરી 2018માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આગોતરા જમીન માટે નીચલી અદાલતે આપેલો આદેશ માન્ય રાખ્યો હતો, જયારે આજે આ મામલામાં સજા ફટકારવામાં આવી છે.