૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે નેશનલ યૂથ એવોર્ડ
ભાવનગર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ તથા વર્ષ ૨૦૧૮-૧૯ના નેશનલ યૂથ એવોર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવેલ છે.
આ એવોર્ડની ઉદ્દેશ્ય ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસ તથા સામાજિક સેવાઓમા સિધ્ધી મેળવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવાનો છે.
સદર વ્યક્તિ તથા સંસ્થાઓને વિકાસની પ્રવૃતિઓ તથા સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારની પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા રમત ગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે આપવામાં આવે છે.
આ એવોર્ડ માટેની લાયકાત –ભારતનો નાગરિક હોવો જોઈએ, ૧ જાન્યુ. ૨૦૨૦ના રોજ ઉંમર ૧૫ થી ૨૯ વર્ષ વચ્ચે હોવી જોઈએ, તે/તેણી દ્વારા સામાજિક ક્ષેત્રે અસાધારણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હોવી જોઈએ, આ એવોર્ડ એક જ વખત મળવાપાત્ર છે, સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિ આ એક્ટ ૧૮૬૦ હેઠળ ૩ વર્ષથી રજિસ્ટર્ડ હોવી જોઈએ, સુવ્યવસ્થિત વહીવટી માળખું ધરાવતી હોવી જોઈએ, કોઈ પણ જાતના લાભ વગર ચાલતી સંસ્થા હોવી જોઈએ, કોઈપણ વ્યક્તિ કે સમૂહ સામે લિંગ, ધર્મ, જ્ઞાતિ કે પંથના આધારે ભેદભાવ ન ધરાવતી હોવી જોઈએ, ઓછામાં ઓછા ૩ વર્ષથી યુવાઓને સાથે રાખી અસાધારણ પ્રવૃત્તિઓ કરતી હોવી જોઇએ, સ્થાનિક સમુદાયમાં સારી છાપ ધરાવતી હોવી જોઈએ તથા પહેલા આ એવોડથી સન્માનીત થયેલ હોવી જોઈએ નહીં.
આ એવોર્ડ માટેનું ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતેથી મેળવી તા.૨૦/૦૬/૨૦૨૦ સુધી કચેરી સમય દરમિયાન પહોચતી કરવા જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગરની યાદીમાં જણાવાયુ છે.