આર્થિક પેકેજ જાહેર કરતા નરેન્દ્ર મોદી

20 લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર કરતા નરેન્દ્ર મોદી  : આત્મ નિર્ભર ભારત બનાવવા નેમ 
નાણામંત્રી નિર્મલા અકિલા સીતારામન વિગતવાર આર્થિક પેકેજની વિગતવાર માહિતી આપશે
લોકડાઉન -4 સંપૂર્ણ નવા રંગરૂપ અને નવા નિયમો સાથે 18મી પહેલા થશે જાહેર 

નવી દિલ્હી  
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશના અર્થતંત્ર માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.  ભારત એશિયામાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર  ભારત માટે નવા રૂપરંગ સાથે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે    
         વડા પ્રધાને કહ્યું કે આ પેકેજ અંતર્ગત મધ્યમ વર્ગ સહિતના ખેડુતો તમામ વર્ગની મદદ કરવા માટે છે. આ બધાના માધ્યમથી દેશના વિવિધ વિભાગો, આર્થિક વ્યવસ્થાની લિંક્સને 20 લાખ કરોડ રૂપિયાનો ટેકો મળશે. આ પેકેજ  ભારતના જીડીપીના 10 ટકા જેટલું છે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાબિત કરવા માટે, આ પેકેજમાં જમીન, મજૂર, તરલતા અને કાયદાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.       
        આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના પાયે ઉદ્યોગ, આપણા એમએસએમઇ માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સ્ત્રોત છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે. આ આર્થિક પેકેજ દેશના તે મજૂર માટે છે, દેશના તે ખેડૂત માટે છે, જે દરેક પરિસ્થિતિમાં, પ્રત્યેક સીઝનમાં દેશવાસીઓ માટે રાત-દિવસ મહેનત કરે છે.     
         આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે, જે પ્રામાણિકપણે કર ચૂકવે છે, દેશના વિકાસમાં ફાળો આપે છે. તમે પણ અનુભવ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં આર્થિક સુધારા થયા છે. તેમના કારણે, આજે પણ, સંકટના આ સમયમાં, ભારતની પ્રણાલીઓ વધુ કાર્યક્ષમ, વધુ સક્ષમ દેખાઈ છે.         
       મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી, RBI અને કેન્દ્ર સરકારના અગાઉનું પૅકેજને સંયુક્ત રીતે ગણતા નવું પૅકેજ કુલ રૂ. 20 લાખ કરોડનું રહેશે   લૅન્ડ, લેબર, લિક્વિડિટી તથા લૉ એમ તમામ બાબત ઉપર પૅકેજ દ્વારા ભાર મૂકાશે, જે લઘુ અને કુટિર ઉદ્યોગોને આધાર આપશે, જે સૌથી વધુ રોજગાર આપશે।
      કેન્દ્ર સરકારનું આર્થિક પૅકેજ ખેડૂતો, શ્રમિકો, મધ્યમવર્ગ તથા દેશના ઉદ્યોગ જગત માટે  બુધવારથી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારતના પૅકેજની વિગતો આપવામાં આવશે  જનધન-આધાર-મોબાઇલની મદદથી ગરીબોના ખાતાંમાં સીધા નાણાં પહોંચ્યાં, કૃષિઉત્પાદન અને વિતરણમાં સુધાર આવશે, ટૅક્સ નિયમોને સરળ બનાવાશે  આત્મનિર્ભર ભારતએ દેશને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભૂમિકા ભજવવા માટે મદદ કરશે. ગરીબ, પરપ્રાંતીય શ્રમિક, માછીમાર, પશુપાલક, શ્રમિક તથા ઘરઘાટી એમ તમામ માટે આર્થિક પૅકેજમાં જોગવાઈ હશે  કોરોનાએ ભારતને લોકલ માર્કેટ, લોકલ ડિમાન્ટ અને લોકલ સપ્લાયનું મહત્ત્વ સમજાવ્યું અને તેને દેશને બચાવ્યો  
       આજથી દરેક ભારતવાસીએ લોકલ બ્રાન્ડ્સનો સામાન ખરીદે તથા તેનો પ્રચાર પણ કરે, દેશ કરી શકવા માટે સક્ષમ  આજથી દરેક ભારતવાસીએ લોકલ બ્રાન્ડ્સનો સામાન ખરીદે તથા તેનો પ્રચાર પણ કરે, દેશ આવું બધુ કરી શકવા માટે સક્ષમ  કોરોના લાંબા સમય સુધી જીવનનો ભાગરૂપ બની રહેશે, જિંદગીને તેની આજુબાજુ કેન્દ્રિત ન રાખી શકાય ; માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી બની રહેશે  લૉકડાઉન 4.0 લાગુ થશે, તે સંપૂર્ણપણે નવીન હશે, તેના માટેની માહિતી તા. 18મી મે પહેલાં અપાશે  આત્મનિર્ભરતા ભારતને સુખ અને સંતોષ આપવા ઉપરાંત સશક્ત બનાવશે  
       આ પહેલાં સોમવારે વડા પ્રધાન મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો, જેમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન પલ્લાનીસ્વામી તથા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સહિત અનેકે તા. 31મી મે સુધી ચોથી વખત લૉકડાઉનને લંબાવવા વિનંતી કરી હતી.  બીજી બાજુ, કેન્દ્ર સરકાર ત્રીજા તબક્કાથી લૉકડાઉન દરમિયાનના નિષેધોને ધીમે-ધીમે હળવા કરી રહી છે, જેમાં રેલવ્યવસ્થાને ફરી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. 
     મંગળવારે લૉકડાઉનનો 49મો દિવસ છે. સૌ પહલાં 19મી માર્ચે વડા પ્રધાન  મોદીએ એક-દિવસીય 'જનતા-કર્ફ્યુ' રાખવાની વાત કહી હતી.  કોરોના સંબંધિત બીજા પ્રજાજોગ સંદેશમાં 21 દિવસીય રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી અને 'જે જ્યાં છે, તે ત્યાં રહે'ની સ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. 
( અહેવાલ સાભાર : અકિલા દૈનિક )