અયોધ્યામાં રામમંદિર - ઓછા સમયમાં નિર્માણ

અયોધ્યામાં રામમંદિર - અન્ય મંદિરો કરતા ઓછા સમયમાં નિર્માણ થઈ જશે

મંદિરમાં રાખનાર સ્તંભો અને અન્ય ભાગો તો બે દસકા પહેલા નિર્માણ થઈ ગયા છે

ઈશ્વરિયા 
     અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થઈ રહ્યું છે. સનાતન ધર્મ માટે ખુબ મહાત્મ્યભર્યો અવસર છે. અયોધ્યામાં આ રામ જન્મ ભૂમિ મંદિર અન્ય મંદિરો કરતા ઓછા સમયમાં નિર્માણ થઈ જશે. 
કારણ કે મંદિરમાં રાખનાર સ્તંભો અને અન્ય ભાગો તો બે દસકા પહેલા નિર્માણ થઈ ગયા છે. 

     અયોધ્યામાં રામ મંદિર અલગ અલગ સ્થાનો પર ગુજરાતી સ્થપતિ સોમપુરા નિષ્ણાતોના માર્ગદર્શન સાથે બે દસકા પહેલા કામ શરુ થયેલું છે. આ સ્થાનો પર કેટલાયે કારીગરો એ સમયે કામ કરતા હતા. એટલે સમજી શકીયે કે, વીસ વર્ષ પહેલા શિલ્પ સ્થાપત્ય તથા તેના મુખ્ય ભાગોનું નિર્માણતો ભૂમિ પૂજન પહેલા થઈ ચૂક્યું છે. 

     ભારત વર્ષ અને સનાતન ધર્મ માટે ભૂમિ પૂજનનો અવસર કહું મહાત્મ્ય ભર્યો અવસર છે. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવત સહીત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બુધવારે ભૂમિ પૂજન થઈ રહ્યું છે. આ ભૂમિ પૂજન બાદ ખુબ ઝડપથી મંદિર નિર્માણ કાર્ય શરુ થઈ જશે. આમ અન્ય મંદિરો કરતા ઓછા સમયમાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ જશે. 

     મંદિરના કેટલાયે ભાગો સ્તંભો વગેરે માત્ર તેના સ્થાનો પર યોગ્ય રીતે બેસાડવાના જ રહે છે. આમ, મંદિરમાં રાખનાર સ્તંભો અને અન્ય ભાગો તો બે દસકા પહેલા નિર્માણ થઈ ગયા છે, જેથી મંદિર ખુબ ઝડપથી સાકાર થઈ જશે.

(તસવીરો - મૂકેશ પંડિત)