આસારામને સગીર શિષ્યા પર દૂરાચારના કૃત્ય બદલ દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા
સજા સાંભળતાં વેંત જ આસારામ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા
જોધપુર
આજે સમગ્ર દેશની નજર જે કેસના ચૂકાદા પર તે એક રેપ કેસમાં આસારામને સ્પેશિયલ કોર્ટે દોષી ઠેરાવતાં આસારામના હજારો સમર્થકોમાં ચિંતા સાથે ‘ઉતેજના’ પ્રસરી છે. અદાલતે આસારામને સગીર શિષ્યા પર દૂરાચારના કૃત્ય બદલ દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સજા સાંભળતાં વેંત જ આસારામ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. અદાલતે અન્ય બે આરોપી શરદચંદ્ર અને શિલ્પાને ૨૦ - ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.
ધારણા પ્રમાણે જ સખ્ત કેદની સજા થતાં દેશભરમાં ફેલાયેલા આસારામના શિષ્યો, ભક્તો અને સમર્થકોમાં ઘેરી ચિંતા વ્યાપી ગઇ હતી અને આક્રોશ જન્મ્યો હતો. સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઇ દિલ્હીથી જોધપુર સુધી અને હરિયાણાથી લઇ ગુજરાત સુધી પોલીસ તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ચૂકાદા પૂર્વે જ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હી રાજ્યમાં પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. જોધપુર જેલની અંદર જ બનાવાયેલી ખાસ કોર્ટમાં જજ મધુસુદન શર્માએ આજે કેસનો ચૂકાદો સંભળાવતા આસારામને અને સહ આરોપીઓ શરતચન્દ્ર અને શિલ્પી સહિત 3ને દોષી ઠેરવ્યા હતા. જ્યારે શિવા અને પ્રકાશ નામના આરોપીઓને છોડી મૂકાયા હતા. આસારામની સાથે જ અન્ય ત્રણ આરોપીઓ તથા જેલના ડીઆઈજી, જેલર, બે સરકારી વકીલો તથા બચાવ પક્ષના વકીલો કોર્ટમાં હાજર હતા.
રેપ કેસમાં સને : ૨૦૧૩માં આસારામની ધરપકડ થઈ અને તેની જેલ યાત્રાનો પ્રારંભ થયો ત્યારથી જ તે અવનવા વિવાદનું કારણ બનેલ. રેપ ઉપરાંત આસારામ સામે અન્ય કેસો પણ છે. અમુક સાક્ષીઓના શંકાસ્પદ મોત કે હત્યાને કારણે પણ કેસો વધુ પેચીદા બન્યા હતા.
અહીં એ પણ યાદ અપાવીએ કે, જેલમાં જ સ્પે. કોર્ટ ઉભી કરવામાં આવી હોય તેવું ભૂતકાળમાં અન્ય ત્રણ કેસોમાં બન્યું હતું. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હત્યા કેસ, મુંબઈ પરના આતંકી હુમલામાં કસાબનો કેસ અને બાબા રામ રહિમનો કેસનો સમાવેશ થાય છે.
કથાવાચક આસારામ સામેના સગીરા પર બળાત્કારના મામલામાં જોધપુર કોર્ટમાં આવનારા ચુકાદા પર સૌની નજર છે. પીડિત પક્ષ દ્વારા આરોપી આસારામને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવી હતી તો અમદાવાદ ખાતેના આસારામના આશ્રમમાં સાધક પોતાના ગુરુ માટે મંગળવારથી હવન કરી રહ્યા હતા. આસારામના સાધકોને આશા હતી કે ચુકાદામાં આસારામને ક્લિનચિટ મળી જશે.
જોધપુર કોર્ટના ચુકાદા પહેલા અમદાવાદમાં આસારામનો કેસ લડી રહેલા વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યુ કે, નામદાર કોર્ટે બન્ને પક્ષની દલિલોનું મુલ્યાંકન કર્યુ છે. મુલ્યાંકનના આધારે કોર્ટ ચુકાદો આપશે. કોર્ટે સરકારના પુરાવાને માન્ય નહીં રાખે તો આસારામનો છુટકારો થશે. દુષ્કર્મના કેસમાં પુરાવાના આધારે નામદાર કોર્ટ ચુકાદો આપશે.
સવારે સાડા આઠ વાગ્યે જોધપુર કોર્ટમાં સુનાવણી પહેલા શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જોધપુરમાં કલમ- ૧૪૪ લાગુ કરવામાં આવી. ચુકાદાને લઈને આસારામના સમર્થકો દ્વારા ઉપદ્રવની શક્યતાઓને જોતા જોધપુર શહેરમાં સુરક્ષાલક્ષી કિલ્લાબંધી પણ કરવામાં આવી છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં બનેલી કોર્ટમાં ન્યાયાધીશ મધુસૂદન શર્મા પહોંચી ચુક્યા છે. સવારે સાડા દશની આસપાસ આસારામ કેસમાં ચુકાદો આવવાની સંભાવના હોઈ, તંત્ર એલર્ટ હતું.
આ પૂર્વે ફૂલોની માળા સાથે આસારામનો એક સમર્થક જોધપુર સેન્ટ્રલ જેલની નજીકથી અટકમાં લેવાયો હતો. આ સિવાય છ જેટલા આસારામ સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ સમર્થકો ગુજરાતના હોવાની સંભાવના છે.
જોધપુર જેલમાં બનાવવામાં આવેલી કોર્ટમાં ચુકાદો ફરમાવવામાં આવ્યો હતો. અહીંના આસપાસના વિસ્તારમાં કોઈપણ બહારી વ્યક્તિને ફરકવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી. આસારામના પાલ ખાતેના આશ્રમને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પાલી ખાતેના આશ્રમમાં કેટલાક સેવાદારોને જ રહેવા દેવામાં આવ્યા છે. આશ્રમની આસપાસ ભાડે રહેતા આસારામના સમર્થકોને પણ સોમવારે જ અહીંથી રવાના કરી દેવામાં આવ્યા છે.
જોધપુર સેન્ટ્રલ જેલમાં કોર્ટ લગાવીને ચુકાદો આપવાના મામલાને ધ્યાનમાં રાખીને મંગળવાર રાત્રિથી જેલ તરફ જનારા તમામ માર્ગોને સીલ કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓને ઓળખ પત્રની ચકાસણી બાદ આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પગપાળા અથવા વાહન પર આવાગમન પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આસારામે જજને કહ્યું; બુઢ્ઢો થયો છું, રહેમ કરો !
જોધપુર: સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આસારામ સહિત શરત ચંદ્ર અને શિલ્પીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે શિવ અને પ્રકાશ નામના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં પહોંચતા પહેલાં આસારામે તેમના બેરકમાં ઘણી વાર સુધી પૂજા કરી હતી. આસારામ જેલમાં જ બનાવેલી સ્પેશિયલ કોર્ટમાં ૧પ મિનિટ મોડા પહોંચ્યા હતા. આસારામ કોર્ટ પહોંચ્યાં ત્યારે જજે તુરંત જ તેમને દોષિત જાહેર કરી દીધા હતા. જજે આસારામને દોષિત જાહેર કરતાં તેઓ કોર્ટમાં જ રડી પડ્યા હતા. કોર્ટમાં આસારામે જજને તેની ઉંમરની વાત કરીને રહેમ આપવાની વાત કરી હતી. આસારામે જજને કહ્યું હતું કે, જજ સાહેબ હું ઘરડો થઈ ગયો છું. રહેમ કરો. નોંધનીય છે કે, આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. આ કેસમાં આસારામને દોષિત જાહેર કરતા હવે આસારામને ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. આસારામ કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આસારામના સમર્થકોની સંખ્યા ઘણી વધારે છે.
જોલમાં કોર્ટ શરૂ થયાના ૧પ મિનિટ પછી આસારામ કોર્ટરૂમ પહોંચ્યા હતા. આ પહેલાં આસારામ બેરેકમાં બેઠા બેઠાં પૂજા-પાઠ જ કરી રહ્યા હતા. કોર્ટરૂમ પહોંચ્યાની થોડી મિનિટોમાં જ જજે આસારામને દોષિત જાહેર કરી દીધા હતા. આસારામ અહીં પહોંચ્યા તે પહેલાં જ કેસ પર સુનાવણી શરૂ થઈ ગઈ હતી. આસારામને દોષિત જાહેર કરતાં જ પોલીસ તરફથી જજને દલીલ કરવામાં આવી કે જોધપુર સહિત અન્ય ઘણાં રાજ્યોમાં કર્ફ્યૂ જેવી હાલત છે. તેથી શક્ય હોય તો સજાની જાહેરાત પણ આજે જ કરી દેવામાં આવે. કારણ કે જો નિર્ણય સુરક્ષીત રાખવામાં આવશે તો સજાની સુનાવણી વખતે ફરીથી પ્રશાસને આજની જેમ જઆટલી સુરક્ષાની વ્યવસ્થા કરવી પડશે.
આસારામ મંડળી સામે કેટલા કેસ નોંધાયા છે?
આસારામ-તેના પુત્ર અને સાધકો પર ગુજરાતમાં કુલ ૭કેસો નોંધાયેલા છે, જે પૈકી કેટલાક કેસમાં કોઈ જ પ્રગતિ થઈ નથી તો કેટલાક કેસ અલગ અલગ તબક્કે કોર્ટમાં પડતર બોલી રહ્યા છે.
ક્રમ કેસ હાલ કયા તબક્કે...
1. આસારામ દુષ્કર્મ કેસ ગાંધીનગરની કોર્ટમાં જુબાની ચાલી રહી છે. 3૭ સાક્ષીઓની જુબાની પૂરી.
2. નારાયણ સાંઈ દુષ્કર્મ કેસ બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની ચાલુ
3. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ ચાર્જશીટ થયું-ચાર્જફ્રેમ બાકી
4. નારાયણ સાંઈ સામેનો ૧3 કરોડનો લાંચ કેસ સાક્ષીઓની જુબાનીના તબક્કે
5. સાધક રાજુ ચાંડક પર ફાયરિંગ કેસ ચાર્જશીટ પછી કોઈ પ્રગતિ નહિ
6. અમૃત પ્રજાપતિ મર્ડર કેસ પોલીસ તપાસમાં હજુ પ્રગતિ નહિ
7. સુરતમાં સાક્ષી પર એસિડ હુમલો
અહેવાલ સાભાર - ગુજરાત મિરર