ચંદ્રયાન 2 ચંદ્ર પર જતા વાહક યંત્રમાં ગળતર થવાથી રોકવામાં આવ્યું
10 દિવસ બાદ છોડવામાં આવશે
નવી દિલ્હી સોમવાર 15-07-2019
સોમવારે વહેલી સવારે ચંદ્રયાન 2 સફળતાપૂર્વક છોડવામાં આવ્યાના સમાચારની રાહે દેશ હતો, પરંતુ તેના છૂટવાના સમયે આખરે વાહક યંત્રમાં ગળતર થવાથી મિશન ચંદ્રયાન 2 રોકવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી. હવે આ યાન 10 દિવસ બાદ છોડવામાં આવશે તેમ સમજાય છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ઈસરો) દ્વારા સોમવારે રાત્રે 2-51 કલાકે શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડાનાર મિશન ચંદ્રયાન 2 યાંત્રિક કારણોસર અટકાવાયું હતું. યાન માટે ઉલટી ગણતરી ચાલતી હતી તે દરમિયાન જ યાનના વાહક યંત્રમાં કોઈક ગળતરનો ખોટકો હોવાની જાણકારી મળી હતી. આ વાહક યંત્રમાં પ્રવાહી હાઇડ્રોજન ભરવામાં આવેલ. આ કોઠીમાં કોઈ જરૂરી દબાણ ઉભું થઈ શકતું ન હતું, જે સતત ગળતર થતું હોવાનું જણાયું હતું, જેથી રવાના કરવાનું રોકવામાં આવ્યું. ચંદ્રયાન 2 હવે 10 દિવસ બાદ છોડવામાં આવશે તેમ સમજાય છે. ચંદ્રયાન 2 છોડી ના શકાયું તેનો સ્વાભાવિક રંજ છે, પરંતુ રવાના થયા બાદ નિષ્ફ્ળતા મળી હોત તો ખુબ આઘાત થયો હોત. આથી, છેલ્લી કલાક દરમિયાન આ ખોટકા ઉપર ગયેલું ધ્યાન એ પણ એક સફળતા જ માનવી રહી.
સોમવારે વહેલી સવારે ચંદ્રયાન 2 સફળતાપૂર્વક છોડવામાં આવ્યાના સમાચારની રાહે દેશ હતો, પરંતુ તેના છૂટવાના સમયે 56 મિનિટ 24 સેકન્ડ પહેલા એટલે કે રાત્રે 1-55 કલાકે આખરે યાંત્રિક કારણોસર મિશન ચંદ્રયાન 2 અટકાવાયું હોવાની જાહેરાત કરવામાં આવી.
વૈજ્ઞાનિક ઇજનેરો હવે આ વાહક યંત્રમાંથી ઇંધણ ખાલી કરી ફરી દબાણ ક્ષમતા તપાસ કરશે. આ યાન ચંદ્ર પર મોકલવાનું હોય ચંદ્રમાની સ્થિતિમાં પણ ફેરફાર થઈ જશે જેથી લગભગ 10 દિવસ બાદ જયારે ચંદ્રયાન 2 રવાના કરશે ત્યારે ચંદ્રની સ્થિતિ મુજબ માત્ર 1 મિનિટ સમય રહેશે, જે વૈજ્ઞાનિકો માટે ગત રાત્રિ માટે 2-51 થી 3-01નો હતો એટલે કે, 10 મિનિટનો હતો. હવે આ યાન 10 દિવસ બાદ છોડવામાં આવશે તેમ સમજાય છે.