દિવાદાંડી વિસ્તારને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા આયોજન
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક
ભાવનગર
સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે ૧૯૪ દિવાદાંડીનો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ આ દિવાદાંડી આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓના વેગ મળવા સાથે આ દિવાદાંડીના ઈતિહાસ જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ યોજેલી આ બેઠકમાં અધિકારીઓએ દિવાદાંડી વિસ્તારને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ ૧૦૦ વર્ષથી જૂના દિવાદાંડીઓના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ તેના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા જોઈએ.
દિવાદાંડીના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરાયેલ છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે દિવાદાંડી વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રસ્તુતિકરણ તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, દિવાદાંડી વિભાગ મહાનિદેશાલયના ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત સત્તાવાળા સામેલ થયા હતા.