રામ જન્મભૂમિ મંદિર ખાતમુહૂર્ત - બે ગુજરાતી મોખરે
પ્રધાનમઁત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ
ઈશ્વરિયા
રામ જન્મભૂમિ મંદિર નિર્માણની બુધવારે યોજાઈ રહેલી ખાતમુહૂર્ત વીધીમાં ગુજરાત માટે ગૌરવ છે, તેમ બે ગુજરાતી મોખરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ. વળી, આ બંને ગુજરાતના મુખ્યમંત્રી રહી છૂક્યા છે.
અયોધ્યામાં બુધવારે ભારે ધામધૂમ સાથે શ્રી રામજીના જન્મ સ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે જેના આમંત્રણ પત્રમાં ચાર મહાનુભાવોને સ્થાન અપાયું છે. આમંત્રણ પત્ર જોઈએ તો, શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન અને કાર્યારંભ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના કર કમળો દ્વારા વિશિષ્ટ અતિથિ ડૉ. મોહનરાવ ભાગવત સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ગરિમામયી ઉપસ્થિતિ આનંદી બેન પટેલ રાજ્યપાલ, ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી, ઉત્તરપ્રદેશ... અને આગળ સમય તારીખ વગેરે ઉલ્લેખ કરાયો છે.
આ રીતે આમંત્રણ પત્રમાં બે ગુજરાતી એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ, જે બંને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા તેને સ્થાન મળ્યું છે. આ ચાર મહાનુભાવોમાં બે ગુજરાતના છે, જે ગુજરાત માટે ગૌરવ છે.!