વાવાઝોડું મુંબઈ તરફ ફંટાયું

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તરફ આવતું 'નિસર્ગ’ વાવાઝોડું મુંબઈ તરફ  ફંટાયું
અલીબાગથી દમણ વચ્ચે ટકરાવવાની સંભાવના - ભાવનગર સહીત ગુજરાતમાં ભય ટળ્યો - મુખ્યમંત્રી શ્રી સતત જે તે વિસ્તારના સંપર્કમાં 

ઈશ્વરિયા 
છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આવી રહેલ'નિસર્ગ' ચક્રવાત વાવાઝોડુ આજે બપોરે મુંબઈના દરિયામાં લગભગ 450 કિલોમીટર દૂર ફંટાયું છે.   આમ ગુજરાતના દરિયાકાંઠા તરફનો ભય ઓછો થયો છે. આમ છતાં રાજ્યમાં આપદા પ્રબંધન હજુ સચેત જ છે. આ દરમિયાન વરસાદની પુરી શક્યતા દર્શાવાઈ રહી છે. 'નિસર્ગ' વાવાઝોડું  અલીબાગથી દમણ વચ્ચે ગમે ત્યાં ટકરાવવાની સંભાવના  કરાઈ રહી છે. આથી ભાવનગર સહીત ગુજરાતમાં હાલ તુરત ભય ટળ્યો છે.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ આ પરિસ્થિતિ માટે સતત જે તે વિસ્તારના સંપર્કમાં રહ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ ' નિસર્ગ ' ચક્રવાત વાવાઝોડું  આવી રહ્યાની હવામાન વિભાગની ચેતવણી અનુસાર સામાન્ય વરસાદ સાથે આંચકા શરુ છે, પરંતુ આ  વાવાઝોડું હવે મહારાષ્ટ્રના  મુંબઈ તરફ ફંટાયું છે. આજે બપોરની  પ્રમાણે  મુંબઈના દરિયામાં લગભગ 450 કિલોમીટર દૂર ફંટાયું છે. આથી મુંબઈ, થાણે, પાલઘરમાં રેડએલર્ટ ચેતવણી આપવામાં આવી છે જયારે અતિ ભારે વરસાદ તથા 90થી110 કીમીની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી  અપાઈ છે. આ દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા  તેમજ  રાહત બચાવ માટે રાજ્ય સરકાર દ્વારા  દિશા નિર્દેશો અપાઈ રહ્યા છે તેમજ સતત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ આ પરિસ્થિતિ માટે જે તે વિસ્તારના સંપર્કમાં રહ્યા છે.
 આ દર્મિયા ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે  અને ભારે વરસાદ તથા પવન ફુંકાશે તેમ જણાવાયું છે. 
'નિસર્ગ' વાવાઝોડું  અલીબાગથી દમણ વચ્ચે ગમે ત્યાં ટકરાવવાની સંભાવના  કરાઈ રહી છે. આથી ભાવનગર સહીત ગુજરાતમાં હાલ તુરત ભય ટળ્યો છે.  
આમ અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સીસ્ટમ સાંજ સુધીમાં નિસર્ગ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જવાના સંકેતો વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર છે. નિસર્ગ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે નહી ટકરાય એટલે તેની સીધી અસરનું સંકટ દૂર થઈ ગયું છે. જો કે, વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ તથા તોફાની પવન ફુંકાશે. વાવાઝોડુ મુંબઈ નજીક અલીબાગથી દમણ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. હવામાન વિભાગ સતત વોચ રાખી રહ્યું છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળની 15 ટુકડીઓ ઉતારવામાં આવી છે.
હવામાન વિભાગે આજે બપોરે એવો નિર્દેશ કર્યો છે કે આજે સાંજ સુધીમાં સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને તે વધુ મજબૂત થઈને તીવ્ર વાવાઝોડામાં રૂપાંતરીત થશે. આવતીકાલે બપોર બાદ અલીબાગ નજીક રાયગઢના હરિહરેશ્ર્વરની દમણ વચ્ચેના દરિયાકિનારેથી જમીન પર ત્રાટકવાની શકયતા છે અને 90થી 110 કીલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
આ વાવાઝોડું મુંબઈની દક્ષિણે ટકરાવવાની શકયતા છે. જો કે, વાવાઝોડાની દિશા ગમે ત્યારે ફરી શકતી હોય છે. પ્રવર્તમાન સ્થિતિમાં મુંબઈ નિશાન પર આવી શકે છે.
ત્રણ દિવસથી ભાવનગર સહીત  સૌરાષ્ટ્ર   વિસ્તારના તટીય ગામોને તકેદારી નીચે મુકાયા છે. સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં 70થી90 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ થવાની શકતા છે. દરિયામાં રહેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. ડુમસ, તિથલ, સુવાલી, ડભારી દરિયાકાંઠાના બીચ બંધ કરી દેવાયા છે. સુરત જિલ્લાના 32 સહિત કુલ 159 ગામોને તકેદારી હેઠળ રાખવામાં આવ્યા છે.