મુંબઈના અંધેરી વિસ્તારમાં દવાખાનામાં આગ : 6 મોત
આગમાં અંદાજે 150 ઘાયલ
મુંબઈ સોમવાર તા. 17-12-2018
આજે સોમવારની સાંજે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલ કામદાર દવાખાનામાં આગ લગતા 6 વ્યક્તિના મોટ નિપજ્યા છે જયારે 150 જેટલા ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે.
મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરી વિસ્તારમાં આવેલ કામદાર દવાખાનામાં સાંજે 4 વાગ્યા બાદ બાદ આગ લાગી હતી. સમાચાર મળતા જ અગ્નિશમન દળની 10 જેટલી ગાડીઓ આગ ઓલવવા પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 4.20 કલાકે દવાખાનાના ત્રીજા માંળે આગ લાગી હતી અને જોતજોતામાં ચોથા માંળે પહોંચી હતી દરમિયાન 6 વ્યક્તિના મોત નિપજ્યા છે જયારે 150 જેટલી વ્યક્તિઓ ઘાયલ થયેલ છે,જેઓને બાજુના દવાખાનામાં દાખલ કરી દેવાયા છે.