જામનગર ખાતે કલાપ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા પ્રકાશિત
'રવીન્દ્રનાથનો કલાવૈભવ' લોકાર્પણ સમારોહ યોજાશે
ઈશ્વરિયા ગુરુવાર તા.10.09.2020
કલાપ્રતિષ્ઠાન સંસ્થા સુરત દ્વારા પ્રકાશિત ' રવિન્દ્રનાથનો કલાવૈભવ' લોકાર્પણ સમારોહ શુક્રવારે જામનગર ખાતે યોજાશે.
કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરી રહેલ કલા સંસ્થા કલાપ્રતિષ્ઠાન દ્વારા શાંતિનિકેતન ' વિશ્વભારતી' સ્થાપના દિનની 101મી ઉજવણી પ્રસંગે જામનગરના જાણીતા સાહિત્યકાર શ્રી સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' (લેફ્ટનન્ટ) લિખિત 'રવિન્દ્રનાથનો કલાવૈભવ' કલાગ્રંથ (ભાગ - 30) લોકાર્પણ સમારોહ શુક્રવાર તા.11 સાંજે 5.15 કલાકે 'નિત્યાનંદ ખંડ' ગાંધીનગર પાસે, જામનગર યોજાશે.
ક્લાપ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી રમણિક ઝાપડિયાના જણાવ્યા મુજબ સમારોહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર સરવૈયા ( અધિક કલેકટર - જામનગર), ઉદ્દઘાટક શ્રી પિયુષ માટલિયા (તસવીરકાર - કલામર્મજ્ઞ ) અને કલાગ્રંથ લોકાર્પણકર્તા તરીકે શ્રી લાભશંકર પુરોહિત ( મૂર્ધન્ય સાહિત્ય વિવેચક) તથા શ્રી કાંતિસેન શ્રોફ ( ઉદ્યોગપતિ - ચિત્રકાર) રહેનાર છે. આ કાર્યક્રમમાં શ્રી સતિષચંદ્ર વ્યાસનું વિશેષ સન્માન થશે. અહીં શ્રી દિપેશભાઈ શ્રોફ ( ચિત્રકાર કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશન ) વિશેષ ઉપસ્થિતિમાં રહેશે.
આ સમારોહમાં રમીતભાઈ ચોવટિયા , સરસ્વતી એજયુકેશન ટ્રસ્ટ - જામનગર સહયોગી રહેલ છે.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ પર જિવંત પ્રસારણ કરવામાં આવશે. સંસ્થાના મહામંત્રી શ્રી પ્રજાપતિ સાથે કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા છે.