વ્હોટ્સએપ દ્વારા ભારતમાં નાણાકીય વ્યવહારો શરુ થશે
ભારતીય બેંકો સાથે ભાગીદારી કરી
નવી દિલ્લી
માત્ર સંદેશ વ્યવહાર જ નહીં હવે વ્હોટ્સએપ દ્વારા ભારતમાં નાણાકીય વ્યવહારો શરુ થશે. વોટ્સએપ દ્વારા ભારતીય બેંકો સાથે ભાગીદારી કરી છે. કંપની ઓછી આવકવાળા કામદારો માટે વીમા અને નિવૃત્તિ વેતન આપવા આયોજન કરી રહેલ છે.
ફેસબુક કંપની વોટ્સએપની આ સેવા માટે ICICI બેંક અને HDFC બેંક સાથે ભાગીદારી કરી છે. હાલમાં, આ સેવા અંતર્ગત એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વીમા અને પેન્શન આપવું જોઈએ.
વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજિત બોઝે કહ્યું કે, કંપની વધુ બેન્કો બેંકો સાથે ભાગીદારી કરી શકે છે ખાસ કરીને ઓછી આવકવાળા અને ગ્રામીણ લોકો માટે ભાગીદારી કરીને આવતા વર્ષમાં જ સરળ પદ્ધતિ સાથે નાણાકીય સેવા શરુ કરનાર છે.
બેંક સાથેની ભાગીદારી હેઠળ, ગ્રાહકો સ્વચાલિત ટેક્સ્ટ દ્વારા બેંક સાથે વાતચીત કરી શકશે. આ માટે તમારે તમારો વોટ્સએપ નંબર બેંકમાં નોંધાવવો પડશે. આ પછી, ગ્રાહકો વોટ્સએપ પર તેમના બેંક બેલેન્સ સંબંધિત અન્ય માહિતી મેળવી શકશે. આમ માત્ર સંદેશ જ નહીં હવે વ્હોટ્સએપ દ્વારા ભારતમાં નાણાકીય વ્યવહારો શરુ થશે.
વોટ્સએપ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યા મુજબ આગામી બે વર્ષમાં કંપનીનું લક્ષ્ય બેન્કો સાથે ઓછી આવક ધરાવતા કામદારો માટે વીમા, માઇક્રો ક્રેડિટ અને પેન્શન જેવી સુવિધાઓને સરળ બનાવવાનું છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, વોટ્સએપ બે વર્ષ પહેલા એટલે કે 2018 થી ભારતમાં વોટ્સએપ ચુકવણાંનું પરીક્ષણ કરી રહેલ છે.