નવી દિલ્લી ખાતે બુધવારે ઈશ્વરિયાના કાર્યકર્તા
શ્રી મૂકેશ પંડિતને 'જળ પ્રહરી સન્માન' એનાયત થશે
ભાવનગર શુક્રવાર તા.13-12-2019
ઈશ્વરિયાના પૂર્વ સરપંચ કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિતને તેમની પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિ સંદર્ભે નવી દિલ્લી ખાતે બુધવારે 'જળ પ્રહરી સન્માન' એનાયત થશે.
ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના પૂર્વ સરપંચ કાર્યકર્તા અને પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા જળ-સંચય અને પર્યાવરણ લક્ષી સમાચાર અહેવાલ લેખન અને પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાન પ્રવૃત્તિ સંદર્ભે 'જળ પ્રહરી સન્માન' એનાયત થશે.
સમગ્ર દેશમાં આવી પ્રવૃત્તિ કરનારા કાર્યકર્તાઓની ખાસ પસંદગીમાં એકદમ નાનકડી પ્રવૃત્તિ કરી રહેલા શ્રી પંડિતનું નામાંકન થવા પામ્યું છે, જેમને નવી દિલ્લી ખાતે બુધવારે સાંજે આ સન્માન પ્રાપ્ત થશે.