જલિયાંવાલા-બાગ 100 વર્ષને મનાવાશે

અમૃતસરના ઐતિહાસિક જલિયાંવાલા-બાગ નરસંહારના 100 વર્ષને યાદગાર પ્રતીક રૂપે મનાવાશે 
કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા થશે વિવિધ આયોજનો 
- સ્થળની અગ્રણીઓએ મુલાકાત લીધી 

નવી દિલ્હી શુક્રવાર તા, 23-11-2018
     આગામી વર્ષે અમૃતસરના ઐતિહાસિક જલિયાંવાલા- બાગ નરસંહાર ઘટનાને 100 વર્ષ પુરા થાય છે ત્યારે ભારત સરકાર સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યાદગાર પ્રતીક રૂપ મના
વાશે. આ માટે મંત્રીઓ અને અધિકારીઓએ અહીં મુલાકાત લીધી છે.  
     સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી મહેશ શર્મા, આવાસ અને શહેરી મામલાના મંત્રી શ્રી હરદીપસિંહ પુરી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તેમજ અન્ય અધિકારી સાથે અમૃતસર જલિયાંવાલા-બાગ સ્મારકની મુલાકાત લીધી અને આગામી 2019 વર્ષ આ ઘટનાને 100 વર્ષ પુરા થતા હોય યાદગાર પ્રતીક રૂપે મનાવવા માટે આયોજન થયું છે તેની તૈયારીઓ ચાલુ છે તેમ જણાવાયું છે.         
    જલિયાંવાલા- બાગ અંદર આવશ્યક પુનઃનિર્માણ અને સુધારા કરવામાં આવશેછે, જેથી આવતી યુવા પેઢીને સ્વતંત્રતા સંગ્રામ માટે અપાયેલા બલિદાનો અંગે યાદ મળી રહે.  સરકાર આ ઐતિહાસિક સ્થાન આવશ્યક સુધારા માટે આયોજન કરી રહેલ છે તેમ જણાવી અહીં આવનાર પર્યટકો માટે મૂળભૂત સુવિધા પ્રદાન કરાવવા આયોજન કરશે. આ સાથે જ અનેક યાદગાર ગતિવિધિ માટે ગોઠવણ થઈ રહી છે. એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ 13 એપ્રિલ 2019 ( 100 વર્ષ પૂર્વે આ દિવસે આ ઘટના થઈ હતી તે અંગે ) રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રાલય દેશભરમાં કવિ સંમેલન, નાટક, પ્રદર્શની, પરિસંવાદ વગેરે આયોજન કરશે. આ માટે એક સમિતિ રચવામાં પણ આવી છે. 
    ભારત સરકાર દ્વારા અમૃતસરના આ ઐતિહાસિક સ્થાન માટે 100 વર્ષ મનાવવા માટે આયોજન થયું છે. પર્યટન મંત્રાલય દ્વારા વિવિધ ત્રિપરિમાણીય દશ્ય શ્રાવ્ય આયોજન હેતુ સ્વદેશ દર્શન યોજના રજૂ થશે, જે માટે 8 કરોડ રૂપિયા ભંડોળ નક્કી કર્યું છે, ઉપરાંત જરૂર મુજબ સાંસ્કૃતિક મંત્રાલય ભંડોળ ફાળવશે.