વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું
દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત
આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ પડી છે પરંતુ દેશવાસીઓના જીવન સામે કોઈ તુલના ન હોય
નવી દિલ્લી
દેશમાં કોરોના બિમારી સામે તકેદારી હેતુ લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આજે મંગળવારે 21 દિવસ પુરા થયા ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આમ, વધુ ૧૯ દિવસ નું લોક ડાઉન દેશભરમાં લાગુ થયું છે. તેઓએ જણાવ્યું કે આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ પડી છે પરંતુ દેશવાસીઓના જીવન સામે કોઈ તુલના ન હોય.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના આ રાષ્ટ્રના સંબોધનમાં વિવિધ પાસાઓને ધ્યાને લઈ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. તેમણે બાકીના વિસ્તારો માટે 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આમ, વધુ ૧૯ દિવસ નું લોક ડાઉન દેશભરમાં લાગુ થયું છે.
શ્રી મોદીએ છૂટ આપેલા વિસ્તારો બાબતે સ્પષ્ટતા કરી કે, જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
વડાપ્રધાનમોદીના આ સંબોધનમાં જણાવાયું હતું કે, આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે.કોઈ ને ભોજન ને નથી મળતું, કોઈ ઘર પરિવાર થી દુર છે ત્યારે લોકોએ અનુશાસિત સિપાઈ ની જેમ લોકડાઉન પાળ્યું અને દુઃખ ને ઘણું સહન કર્યું છે તે માટે જનતાને નમન કરુ છું.
વડાપ્રધાને આજે શ્રી બાબાસાહેબની જન્મ જયંતી નિમિતે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી નમન કર્યું.
હાલ ઘણા રાજ્યોમાં નવા વર્ષ ની શરૂઆત થઈ છે, અને તહેવારની શરૂઆત થઈ છે ત્યારે સૌ સાદગી પૂર્વક ઉજવણી થઇ રહી છે તે ખૂબ જ પ્રેરક છે. તમામ લોકોને વડાપ્રધાને શુભામનાઓ પાઠવી.
ભારતમાં જ્યારે કોરોના નો એક પણ કેસ ન હતો ત્યાર થી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જ્યારે ૧૦૦ કેસ થયા ત્યારે વિદેશ થી આવેલ ને ૧૪ દિવસની આઇસોલેશન પ્રક્રિયા શરૂ કરી દીધી. મોલ, મોલ, મલ્ટિપ્લેક્સ, જીમ વગેરે બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. ભારતમાં જ્યારે ૫૫૦ જ કેસ હતા ત્યારે જ ૨૧ દિવસના લોક ડાઉન ની જાહેરાત કરી હતી. સમસ્યા વધવાનો ઇન્તેઝાર નથી કર્યો પરંતુ પહેલેથી ઝડપી નિર્ણયો લઇને આગોતરા તૈયારી કરી છે.
વિશ્વના બીજા દેશોમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. ભારતે ઇન્તિગ્રેટડ એપ્રોચ, સમય પર ઝડપી નિર્ણયો ન લીધા હોત તો આજે શું ભારત નો સ્થિતિ હોત તે વિચારવું મુશ્કેલ છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે આપણે જે રસ્તા અપનાવ્યા છે તે બરાબર છે. સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉન નો બહુ જ મોટો લાભ દેશને મળ્યો છે. આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ પડી છે પરંતુ દેશવાસીઓના જીવન સામે કોઈ તુલના ન હોય. રાજ્ય સરકારોએ પણ આ બાબતે ખૂબ જ જવાબદારી પૂર્વક કામ કર્યું છે અને હાલત ને સંભાળી છે.
ભારતમાં આપણે કેવી રીતે આગળ વધી, કેવી રીતે નુકસાન ઓછું થાય, કેવી રીતે લોકોની મુશ્કેલી ઓછી થાય, તે લઈને રાજ્ય સરકારો સાથે વાત કરતા રહ્યા છીએ અને સૌ ના સૂચનો લોકડાઉન લંબાવવા માં આવે તેવું હતું. લોક ડાઉન ૩ મે સુધી રહેશે, જેમ હાલ છે તેમ જ રહેશે.
જે શહેર - જિલ્લામાં હોટ સ્પોટ નહિ વધે, અને હોટ સ્પોટ ન બદલે તો થોડી રાહત મળી શકે છે. તમને આંશિક રાહત મળી શકે છે પરંતુ નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ જો આ દરમિયાન દર્દી આવે તો તુરત જ તમામ રાહત પાછી લેવામાં આવશે. આ માટે આ નિયમો ને લઈને વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પડાશે. ૨૦ એપ્રિલ પછી ગરીબ લોકો માટે મદદરૂપ થાય અને તેમના હિતનું ધ્યાન ને લઇને અમુક નિર્ણય કર્યા છે તેમ જણાવી શ્રી મોદીએ ઉમેર્યું કે ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પહોંચે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર દવા, ખાદ્ય સ્મગ્રી ને લઇને ઝડપી નિર્ણયો કરી રહ્યા છે અને કોઈ પણ તકલીફ નહિ પડે. હાલ દેશમાં ૧૦૦૦૦ કેસ છે ત્યારે કહેવાય છે ૧૫૦૦-૧૬૦૦ બેડની વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ આપણે દેશમાં ૧ લાખ થી વધુ બેડ ની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. આટલું જ નહિ, ૬૦૦ થી પણ વધુ હોસ્પિટલો ફકત કોરોના વાયરસ માટે ઉપલબ્ધ છે.
શ્રી મોદીએ ભારતના યુવા વૈજ્ઞાનીક કોરોનાની રસી બનાવવા આગળ આવે, તેમ નમ્ર અનુરોઘ કર્યો હતો.
૧. ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખો : જેને પહેલેથી કોઈ બીમારી છે તેનું ખાસ કરીને વધારે ધ્યાન રાખો.
૨. લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરો : ઘરમાં બનાવેલ ફેસ કવર અને માસ્ક નો ઉપયોગ કરો.
૩. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય ના નિર્દેશ નું પાલન કરે જેમ કે ગરમ પાણી પીવું.
૪. કોરોના સંક્રમણ ફેલાવો રોકવા આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો, અને બીજા ને મદદ કરો, પ્રેરિત કરો
૫. જેટલું થઈ શકે, તેટલું ગરીબ પરિવારની મદદ કરો, ભોજન પૂરું પાડો
૬. તમારા વ્યવસાય, ઉદ્યોગમાં કામ કરતા લોકો તરફ સંવેદના રાખો, નોકરી માંથી કાઢશો નહિ
૭. દેશના કોરોના યોદ્ધા : ડોકટર, નર્સિસ, પોલીસ, સફાઈ કામદાર સહિત કોરોના સામે જંગ પર ડયુટી કરનાર નું સન્માન કરો અને આદર રાખો અને ગૌરવ રાખો.
આ સાત વાતો, સપ્તપદી વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. વિજય મેળવવા માટે પૂરી નિષ્ઠા સાથે ૩ મે સુધી પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. તમે અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય ઉત્મ રહે તેવી શુભ કામના આપું છું, તેમ જણાવી વડાપ્રધાન શ્રી મોદીએ સંબોધન પૂરું કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા, બંગાળ, તામિલ નાડું, પુદુચેરી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોએ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું છે. આ અંગેની જાહેરાત અગાઉ આ રાજ્ય સરકારો દ્વારા થઈ ચુકી છે.
ગત શનિવારે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં 78 કરોડ વસતિ આબાદી વાળા 13 રાજ્યોની સરકારોએ દેશભરમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી.