કોંગ્રેસના વકીલ વિઘ્નો ઉભા કરે છે, જેથી રામ મંદિર નિર્માણ અધ્યાદેશ વિલંબમાં છે
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
નવી દિલ્હીઃ
સમગ્ર દેશમાં રામ મંદિર નિર્માણ અને આગામી ચૂંટણી સંદર્ભે ચર્ચા રહેલી છે, ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું છે કે, કોંગ્રેસના વકીલ વિઘ્નો ઉભા કરે છે, જેથી રામ મંદિર નિર્માણ અધ્યાદેશ વિલંબમાં પડેલ છે.
પ્રયાગરાજ ખાતે આવી રહેલ અર્ધ-કુમ્ભ મેળો અને સાધુ સંતોની ચીમકી બાદ અયોધ્યા રામ મંદિર હવે સમગ્ર દેશમાં ચર્ચામાં છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન અપાયું છે કે આ માટે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે પરંતુ કોંગ્રેસ નડી રહેલ છે.
અયોધ્યા રામ મંદિર સંદર્ભે વડાપ્રધાને કહ્યું છે રામ મંદિર માટે ચાલતી અદાલતી કાર્યવાહીમાં મોડું થવાનું કારણ કોંગ્રેસ છે. સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રસના વકીલ વિઘ્નો ઉભા કરે છે, જેથી કાનૂની સુનાવણી પ્રક્રિયા ધીંમી પડી છે, પરિણામે રામમંદિર નિર્માણ અધ્યાદેશ વિલંબમાં પડેલ છે.
સમગ્ર દેશમાં ભારતીય જનતા પક્ષ અને આપેલા વચન સાથે રામ મંદિર નિર્માણ અને આગામી ચૂંટણી સંદર્ભે ચર્ચા રહેલી છે.