રામ મંદિર સરકારથી નહિ દેશની 100 કરોડ જનતાની શ્રદ્ધાથી બનશે - કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહ
મેરઠ
અયોધ્યામાં રામ મંદિર સરકારથી નહિ દેશની 100 કરોડ જનતાની શ્રદ્ધાથી બનશે. આ વાત કેન્દ્રીય લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી ગિરિરાજસિંહે મેરઠ ખાતે જણાવી છે.
આગામી વર્ષે ચૂંટણી આવતા હવે એક પછી એક મુદ્દા રાજકીય પક્ષો છેડવા શરુ કાર્ય છે, અયોધ્યા રામ મંદિર પણ એક મહત્વનો મુદ્દો રહ્યો છે, ત્યારે સરકારમાંજ રહેલા કેન્દ્રીય મંત્રી જ સરકારના ભરોસે મંદિર નિર્માણની વાત એક રીતે નકારી રહ્યા છે.
કેન્દ્રીય લઘુ મઘ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી ગિરિરાજસિંહ મેરઠની એક દિવસની મુલાકાતે આવ્યા તે દરમિયાન કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર 100 કરોડ જનતાની આસ્થાનું પ્રતિક છે. અયોધ્યામાં અન્ય જગ્યા પર મંદિર નિર્માણ માટે સવાલ જ ન હોવાનું જણાવી સરકારનો વિષય નહિ શ્રદ્ધાનો મામલો છે. શ્રદ્ધાનું કેન્દ્ર અયોધ્યા છે માટે રામ મંદિર અયોધ્યામાં જ નિર્માણ થશે. આ બાબત વિષય સરકારના ભરોસે નહિ દેશની 100 કરોડ જનતાની શ્રદ્ધાથી નિર્માણ થશે. અયોધ્યા મંદિર નિર્માણ માટે સૌને સાથે રહેવા પણ અનુરોધ કર્યો.